________________ ( 156 ) સતી સુરસુંદરી. આજે સાક્ષાત્ રતિની પાસે આવી ઉભો છે તે તું કેમ નથી જોઈ શકતી ? " શ્રીમતીનાં આ કટાક્ષવાકય સાંભળતાં જ સો સખીઓ ખડખડાટ હસી પડી. એમના અટ્ટહાસ્ય મારી અચેતના દુર કરી. મને મારી સ્થિતિનું ભાન થયું. કેધને ડાળ દાખવતાં મેં કહ્યું - સખીએ તમે બધી કેમ નિર્દયપણે મારી હાંસી કરે છે ? મારામાં રતિપણું તમે કઈ રીતે કલ્પી મને પજવે છે ?" તું ભલે ક્રોધ કરે, પણ તારા અંતરમાં તે અત્યારે અસાધારણ ઉલ્લાસ અનુભવે છે તે શા સારૂ છુપાવે છે ? કામદેવને જોઈને રતિ સિવાય બીજા કાને આટલે આનંદ થાય? એમાં અમે ખોટું શું કહ્યું? " એક સખીએ હિમ્મત આણું સાચી વાત સંભળાવી. - “બહેન પ્રિયંવદા ! એ ચર્ચામાં ઉતરવાની આપણને જરૂર નથી, પણ તું જ કહે કે આ ચિત્રમાં કેનું સ્વરૂપ તેં આલેખ્યું છે?” સખીઓના ટેળામાંથી કઈકે પૂછ્યું. “હેન, એ મારે મકરકેત નામને ભાઈ છે.” પ્રિય વદાએ ખુલાસો કર્યો. " સંદર્યમાં તે તેની પાસે કામદેવ પણ શરમાઈ જાય. એ સુંદર છે એટલું જ નહીં પણ શૂરવીર અને કળાફૅશળ પણ છે. મેં આજસુધી તેના વિચગમાં તેની છબીઓ જ ચિતર્યા કરી છે. એનું સમરણ કેમે હૃદયમાંથી ખસતું નથી, તેથી અવકાશના સમયમાં તેનું ચિત્ર આલૈખા કમારા શ્રમ અને સમયની સાર્થકતા સાધું છું; એટલું છતા જ્યારે ઘરમાં રહેવું અશક્ય થઈ પડયું ત્યારે મેં ઘરને ત્યાગ કર્યો અને ભાઈને મળવા બહાર નીકળી.” તે અમે પણ તમારી સાથે તમારા ભાઈના દર્શન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust