________________ ( 136 ) સતી સુરસુંદરી પતિ બહુ સારા જ્ઞાની પુરુષ છે. તારે જે કંઇ પૂછવાનું હોય તે પૂછી લેજે.” . મને એ વાત સાંભળતા બહુ જ હર્ષ થયે. મેં વધુ વિલબ નહિ કરતાં પૂછયું: “હે મહાશય ! ભરજંગલમાં આવીને મારા પુત્રને કોણ ઉપાડી ગયું હશે? તે અત્યારે આ ધરતીના પડે ઉપર હૈયાત હશે કે નહીં ? અને હૈયાત હોય તો હું તેને ક્યારે મેળવી શકીશ?” મારા પ્રશ્નો સાંભળી કુલપતિ જરા વાર વિચારમાં પડી ગયા. અંતે તેમણે જવાબ આપેઃ 88 વત્સ ! પૂર્વભવના વરને લીધે એક કે ધાયમાન થયેલે દેવ તારા પુત્રને હણવા માટે જ લઈ ગયું છે, પણ તેને મારવાની તેની છાતી ન ચાલી તેથી બાળકને શૂન્ય પ્રદેશમાં મૂકી ચાલ્યા ગયે. તેણે માની લીધું કે વૈતાઢયગિરિની આ વિષમ નિકુંજમાં તે આખેઆપ ભૂખથી રીબાઈ મરી જશે, પરંતુ દેવગે એક વિદ્યાધર પિતાની સ્ત્રી સાથે ત્યાં જ આવી ચડ્યો અને તેમણે તમારા પુત્રને બચાવી લીધા છે. એ વિદ્યાધરને ત્યાં જ તમારો પુત્ર આજે ઉછરી રહ્યા છે. તે પછી જ્યારે તે વનવયમાં આવશે ત્યારે હસ્તિનાપુરમાં તમારો અને તેને મેળાપ થશે.” કુલપતિના ઉત્તરથી મા ઘણેખર શક ધોવાઈ ગયો. પછી આશ્રમમાં ફળ-પુલાદિ ઉપર નિર્વાહ કરતાં મારા કેટલાક દિવસ વીતી ગયા. એક દિવસે અમે બધા આશ્રમવાસીઓ કુલપતિની સામે બેસી એમને ઉપદેશ સાંભળી રહ્યા હતાં તેટલામાં એક અશ્વ ઉપર બેઠેલે રાજકુમાર ત્યાં આવી ચડ્યો. લાંબી મુસાફરી અને અત્યંત વેગને લીધે અશ્વ તથા કુમાર પણ થાકી ગયા હતા. તાપસકુમારોએ રાજકુમારનું સારું સ્વાગત કર્યું. " * તમારા પાર હરિ મારા તમારી જ્યારે તેમાં જ તમારી મારા પુત્રને બચાવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust