________________ ( 122 ) સતી સુરસુંદરી. મહારાણીને પત્તો ન મળે. ભલેને પૂછતાં પૂછતાં ખૂબ આગળ નીકળી ગયા. અમે છેક નિરાશ અની પાછા વળવાની તેયારી કરતા હતા, એટલામાં એક કાર્પેટિક મજે.” મહારાજાના ઝુરતા અંતરમાં આશાને સંચાર થયો. તેઓ જરા ટટ્ટાર થયા. સમરપ્રિયે આગળ ચલાવ્યું: " તેણે અમન કહ્યું કે આજથી સાતમા દિવસ ઉપર એક હાથીને સ્ત્રી સાથે પદર સરોવરને વિષે આકાશમાંથી નીચે પડતે અમે જોયા હતો. અમે તે દિવસે બહુ જ ભયભીત બની દૂર-દૂર ઝાડમાં સંતાઈ ગયા. ફરી એક વાર એને આ જ સરોવરના કાંઠા ઉપર ફરતો જે હતો, પણ એ વખતે પેલી સ્ત્રી અમારા જેવામાં ન આવી. પછી અમે એ કાર્પેટિકને સાથે લઈ સરવર પાસે પહોંચ્યા. ખૂબ કાળજીપૂર્વક ત્યાં તપાસ કરી પણ ત્યાં દેવીનાં દર્શન ન થયાં. - હાથી તો અમે જે અને તેને અહીં લઈ આવ્યા છીએ, પરંતુ જન–પ્રમાણ સરોવરમાં દેવીની શી સ્થિતિ થઈ હશે તે અમે કહી શકતા નથી. કાં તો દેવી એ પાણીમાં ડૂબી ગયા હોય, કાં તે વનચર પ્રાણીઓએ એમનાં પ્રાણ હર્યા હોય અથવા તો આસપાસ કયાંઈ ચાલ્યા ગયા હોય એમ ત્રણ પ્રકારનાં અનુમાન થાય છે.” મહારાજા અમરકેતુએ કૃત્રિમ ધર્ય રાખી એ વૃતાંત સાંભળે. તેમને વધુ વિચાર કરવાને અવસર મળે તે પહેલાં જ એક નેકી આવી ખબર આપ્યા કે હાર સુમતિ નામને એક નૈમિત્તિક આપના દર્શન માટે ઉભે છે. એ સુમતિ નૈમિત્તિકે જ નરવાહનની બહેન-કમલાવતી સાથે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust