________________ નવમ પરિચ્છેદ. (5) તમે જ મને જીવનદાન આપ્યું છે એમ હું માનું છુ.” ચિત્રવેગે ઉપકારના શબ્દો ઉચ્ચાર્યા. પરંતુ હજી મારે તમને એક-બે વાત કહેવાની રહે છે. પહેલું એ જ કે નવાહન રાજા તમને હવે કંઈ ઉપદ્રવ કરી શકે એમ નથી. કારણ કે તે અભિમાનમાં એ આંધળો બની ગયું હતું કે તે પોતાની મર્યાદા જોઈ શક નહીં અને તેથી તેની બધી વિદ્યાઓનો વિચ્છેદ થયા છે. બીજું, હજી તમારૂં હરણ થવાનું છે અને કેવળી ભગવાને ભાખ્યું છે તેમ તમે વિદ્યાધરોને વિષે વિદ્યાધરેંદ્ર થવાના છે તમારી ઉપરવટ થઈને કે ઇની શક્તિ કે સત્તા ચાલી શકશે નહીં. બધા વિદ્યાધરે તમારી આજ્ઞાને અનુસરશે. એ વિષેને સવ બંદોબસ્ત મારે જ કરવાનું છે, માટે ચાલે, આપણે વૈતાઢ્ય પર્વતમાં સિદ્ધફૂટ ઉપર જઈ, જીરેંદ્ર ભગવાનને અઠ્ઠાઈ મહેત્સવ ઉજવીએ. ધરણેને પ્રાર્થના કરી તેની પાસેથી વિદ્યાધરની સર્વ વિદ્યાઓ હું તમને ત્યાં અપાવીશ” એમ કહી સુત્તમ ચિત્રવેગની સાથે જવા તૈયાર થયા. વાચકને મરણ જ હશે કે હસ્તિનાપુરને શ્રેષ્ઠી પુત્ર-ધનદેવ કુશાગ્રપુર જવા નીકળે છે. માર્ગમાં એક અટવીને વિષે ભીä લેકે એની ઉપર તેમજ સંઘના બીજા માણસો ઉપર આક્રમણ કરે છે. ધનદેવ એકલે હોવાથી ભલે તેને પકડી પિતાના પલ્લીપતિ પાસે લઈ જાય છે. પલ્લીપતિના પુત્રને જ એક વેળા આ ધનદેવે બચાવ્યું હતું એમ જાણતાં પલ્લીપતિ તેનું બહુ સન્માન કરે છે અને વિદાય આપતી વખતે એક દિવ્ય મણિ ધનદેવને ભેટ ધરે છે. એ દિવ્ય મણિ શી રીતે પ્રાપ્ત થયે એને ઈતિહાસ સુપ્રતિષ્ઠ સંભળાવે છે. . ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust