________________ મુંબઇમાં સંસ્થાની સ્થાયી ઓફીસ બને. આ સૂચન અમે પૂ. ગુરૂદેવને કર્યું તો તેમણે પણ તે માટે સંમતિ આપી અને સહકાર માટે પ્રયત્નો શરૂ કર્યા. તેની ઈચ્છા પણ એવી છે કે પોતાના ગુરૂદેવની સ્મૃતિ માટે એક સુન્દર એવું સ્વાધ્યાયમંદિર–લાયબ્રેરી–પાઠશાળા વિગેરે થાય અને તેમાં જ સંસ્થાની ઓફીસ પણ રહે. આવા પ્રકારની સુંદર યોજના ઘડી આપી. - આ યોજનાને મૂર્ત સ્વરૂપ આપવા સૌ પ્રથમ જમીન ખરીદવા માટે ઓછામાં ઓછા બે લાખ રૂપીયા જોઈએ. ત્યારબાદ તેના પર બાંધકામ લગભગ ત્રણ લાખનું થાય. એમ કુલ પાંચ લાખનો અંદાજ આંકવામાં આવ્યો છે, એ માટેના પ્રયત્નો શરૂ થઇ ચૂકયા છે. આ સંસ્થાની યોજનામાં (1) એક હજાર એકથી વધુ આપનાર કમિટિ કાર્યવાહક સભ્ય, (2) 1001, આપનાર લાઈફ મેમ્બર (કાયમી સભ્ય), (3) 501 આપનાર પેટૂન, (4) 251] આપનાર પ્રથમ વર્ગના સભ્ય, (5) 101] આપનાર બીજા વર્ગના સભ્યનું ધોરણ રાખેલ છે. પ્રથમ ત્રણ સભ્યોનો ફોટો-ટુંક પરિચય વિગેરે છપાતા પુસ્તકમાં લેવામાં આવે છે. તેમ જ દરેક વર્ગના સભ્યોને દર સાલ જે જે નવા પ્રકાશનો પ્રકાશીત થાય તે સર્વે ઘેરબેઠા ભેટરૂપે મોકલવામાં આવે છે. આ રીતે આ સાલ થયેલા નવા સભ્યોની યાદી અન્યત્ર આપેલી છે. આવી રીતે આવા સુન્દર કાર્યમાં ઘણા ભાગ્યશાળીઓએ અપૂર્વ ઉત્સાહપૂર્વક લાભ લીધો છે અને લઈ રહ્યા છે. આપશ્રીને પણ આવા મહાન કાર્યમાં યથા શકિત લાભ લેવા નમ્ર વિનંતિ... બાબુભાઈ એ. શાહ (ટ્રસ્ટી) શ્રી સદગુણ સાહિત્ય પ્રકાશન મંદિર વતી. તા. P.P. AC. Gunratnasuri ULS.Gun Aaradhak Trust