________________ સ્વયંવર મંડપ - Ep S>B> <BE BEEEEEEEEESL 133 14 મહાબલને રાજારાણીનું જીવન બચાવ્યાનો સંતોષ થયો. પ્રથમ કાર્ય પૂર્ણ થયું પણ બીજું કાર્ય પણ એટલી જ કુનેહથી કરવાનું હતું. એ માટેના ચક્રો એણે ગતિમાન કર્યા. એણે રાજાને કહ્યું. “રાજ! મારે એક મંત્રસિદ્ધિ કરવાની છે. એમાં અર્ધ—જાપ બાકી છે. જે આપ રજા આપે તે એ મંત્રની સાધના પૂર્ણ થાય. પ્રાતઃકાળે હું જરૂર પાછા આવીશ. એ જ સમયે હાથીની વિષ્ટા ગાળનારા મહાવતે મલયસુંદરીની મુદ્રિકા લઈ રાજા પાસે આવ્યા અને કહ્યું “રાજન ! આ રાજકન્યાની વીંટી અમને હાથીની વિઝામાંથી મળી આવી છે,' રાજાએ એ વીટી હાથમાં લીધી. જોયું તે ખરેખર તે રાજકન્યાની નામાંક્તિ મુદ્રિકા હતી. રાજા નિમિત્તિકના જ્ઞાન ઉપર વારી ગયે. મહાવતને ભેટ આપી રાજાએ નમિત્તિકને કહ્યું, “જરૂર ! તમે તમારો મંત્ર સાધીને પ્રભાતે પાછા આવે. તમારૂં કથન યથાર્થ છે. એ મંત્રસાધન માટે કંઈ દ્રવ્ય કે ચીજવસ્તુ જોઈએ તે નિઃસંકેચ લઈ લેજે. ખજાનચી આપી દેશે. રાજાએ ખજાનચીને આજ્ઞા કરી. નૈમિત્તિકે જરૂર પૂરતું દ્રવ્ય લીધું અને તેણે સ્વયંવર મંડપ શીધ્ર રચાવવાની સૂચના કરી. રાજાએ પૂછ્યું. “હે જ્ઞાની ! આ મુદ્રિકા હાથીના પેટમાં કઈ રીતે આવી હશે?” P.P. Ac. GunratnalsuriBus Aaradhak Trust