________________ ચતુર જ્ઞાની નૈમિત્તિક પપ ધ્યાનસ્થ થઈ નૈમિત્તિકે ફરીવાર ગણતરી કરી અને ગંભીરતાથી બોલ્યો “રાજન પૃથ્વીસ્થાનપુરના મહારાજા સુરપાળને પુત્ર મહાબલકુમાર તમારી કન્યાને પતિ થશે. વળી તે તમારું રાજ્ય વધારશે તમને યશ આપનારે પ્રિયપાત્ર થશે.” લોકોએ નૈમિત્તિકનો જયજયકાર ગજાવ્ય. બંદિજનોએ રાજાની સ્તુતિ કરી. " संत्यत पूर्वकाष्टोऽयं दुरालोक स्वतेजसा / सूर : वर्तते देव ! लोकानां त्वमिवोपरि" હે દેવ! તમારી માફક સૂર્ય કાષ્ટ (દિશા) ભક્ષણનો ત્યાગ કરી સ્વ તેજથી પ્રતાપી બની ગયા છે (મતલબ કે મધ્યાન્હ થયો છે) મંત્રીઓએ કહ્યું, “રાજન , આ રથમાં આરુઢ થાઓ! અને નગરીમાં પ્રવેશ કરે.” રાજારાણીએ રથમાં બેસી યાચકને દાન આપતાં લોકોના જયકારપૂવક નગરમાં પ્રવેશ કર્યો. લેક સહસ મુખે ચતુર નૈમિત્તિકની પ્રશંસા કરી રહ્યા હતા. મહાબલ પણ પિતાની અધુરી યોજના પૂર્ણ કરવાના. મહાન કાર્યમાં ગુંથાયે. P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust