________________ 192 સતી મલય સુંદરી. ત્યારબાદ મહત્તરાશ્રીએ પૃથ્વસ્થાનપુર જઈને રાજા સહસ્ત્રબલને પણ શોક દૂર કર્યો અને તેને પણ ધર્મ સન્મુખ કર્યો. - ઘણા વર્ષો સુધી નિરતિચારપણે સંયમની આરાધના કરી તે અંતે બારમા અચૂત દેવલોકમાં ઉત્પન્ન થયાં. ત્યાંથી સાગરે પમનાં આયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ નાની ઉંમરે સંયમ લઈ મુક્તિ મંદિરના વાસી બનશે. - ઉપસંહાર :- રાજા શતબલ અને સહસ્ત્રબલે મહાબલષિના મેક્ષ ગમન સ્થાન પર ભવ્ય જિનમંદિરની રચના કરાવી. બન્ને ભાઈઓને પરસ્પર અખંડ નેહ હતો. બન્ને જણાએ રાજ્યમાં અનેક ધર્મશાળા આદિ લેકોપકારનાં કાર્યો કરાવ્યાં. તેમજ રાજ્યમાં સ્થળે સ્થળે જિનમંદિર ઉપાશ્રયે વિગેરે સ્થાપન કરવી. શ્રાવકના બાર વ્રત પાળી ધર્મ ઉદ્યોત કરવા લાગ્યા. અવસરે સ્નાત્રપૂજા, તીર્થ યાત્રા, અષ્ટાબ્લિકા મહોત્સવ વિગેરેથી જગતમાં માતા અને પિતામુનિના આદેશને પાળતા માતા, પિતા મુનિની સ્મૃતિને યાદ કરતા, ઘણું વર્ષ રાજ્ય પાળી અંતે દેવલોકમાં ગયા............ આ સુંદર ચરિત્ર શ્રી કેશી ગણઘર ભગવાને રાજા શંખને કરમાવ્યું, તે ચરિત્ર ગીર્વાણ ભાષામાં પૂર્વાચાર્ય શ્રી જયતિલકસૂરિજીએ ગુંચ્યું. અને આ ગુજરાતી ભાવાનુવાદ પૂ. આચાર્ય શ્રી વિજય સગુણ સૂરિજીએ કર્યો જે આજે સમાપ્ત થયો. [0333333333330 સમાપ્ત શa333333333 P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust