________________ 186 સતી મલયસુંદરી સુરપાલને પરમ વૈરાગ્ય ઉત્પન્ન થયે. તેઓ ચારિત્ર લેવા તૈિયાર થયા. ગુરુ મહારાજને કહ્યું “પ્રભે! આ રાજ્યની વ્યવસ્થા કરી અમો આપની પાસે ચારિત્ર લઈશું.” ગુરુએ કહ્યું, “ભલા ભાગ્યવંત રાજવીઓ!આ શુભકાર્યમાં જરાય વિલંબ ન કરશે. ઉત્તમ કાર્યમાં વિન આવવાનો ભય હોય છે.” ગુરૂ મહારાજશ્રીને વંદન કરી તેમનું વચન અંગીકાર કરી રાજાપ્રમુખ પરિવાર પોતાના મહેલે આવ્યા. સુરપાલ રાજાએ મહાબલકુમારને પૃથ્વીસ્થાનપુરનું રાજ્ય સેંપી દીધું. તરત સંયમની તે તૈયારી કરવા લાગ્યા. જે આત્મા જાગે છે પછી તેને ત્યાગ કરવામાં વાર લાગતી નથી. ભેગને લાત મારી ચાલી જ નીકળે છે. વિરધવલ રાજાએ પણ મલયકેતુને ચંદ્રાવતીથી સાગરતિલક બોલાવી પિતાનું રાજ્ય સેંપી દીધું અને બને રાજાઓ પિતાની બન્ને રાણીઓ સહિત ગુરુ મહારાજ પાસે આવ્યા. અને પૂર્ણ મહોત્સવપૂર્વક સંયમત્રતને અંગીકાર કર્યું. ગુરુ મહારાજ પણ ત્યાં થોડા દિવસ રહી બન્ને રાજષિ. એને લઈ પૃથ્વીતલ પર વિહાર કરી ગયા. બનને રાજષિ પણ ધર્મમાં શૂરવીર વાની અનેક દુષ્કર તપતપી આરાધનાપૂર્વક મૃત્યુ પામી દેવલોક ગયા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ પામી વ્રતને ધારણ કરી, કર્મનો ક્ષય કરી પરમપદ-સિદ્ધપદને પામશે. મલયકેતુ પણ પોતાના બેન બનેવીને પૂછી ચંદ્રાવતી આવ્યા. અને ન્યાયપૂર્વક રાજ્યનું પાલન કરવા લાગ્યા. મહાબલ રાજાએ સાગરતિલક નગરમાં પિતાના પુત્ર શબળકુમારને ત્યાં રાજ્યાભિષેક કરી ત્યાં સેનાપતિ તથા પ્રધાનને મૂકી તે શતબળકુમારને લઈ પૃથ્વીસ્થાનપુરમાં આવ્યું. P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust