________________ 132 સતી મલયસુંદરી તે તેવામાં શા માટે ઝંઝાવાત કર્યો અને મહાબલને તું ક્યાંથી ઓળખે ?" - : મલયસુંદરીએ આ શબ્દથી પોતાના પ્રિયતમને ઓળખી લીધો. એ બોલી " પ્રથમ મારા કપાળનું તિલક ભૂંસી નાખે પછી હું તમારા પ્રશ્નનો જવાબ આપીશ.” કુમારે તેના કપાળમાં રહેલ તિલક ભૂંસી નાખ્યું. એ જ ક્ષણે તેનું સ્વાભાવિકરૂપે પ્રગટ થયું. એવામાં તે કૂવાની ભીંતનાં પિલાણમાં એક સર્ષે ફણા બહાર કાઢી. તેના મણીના અજવાળે મહાબલે જોયું તો પિતાની પ્રિય મલયસુંદરી સ્વાભાવિક રૂપમાં પ્રગટ થઈ. એ રાજી રાજી થઈ ગયે. સર્પના મણીના અજવાળે જાણે એના ભાગ્યરવિને ઉદય થયે. ( મહાબલ બોલી ઉઠડ્યો, “અહો! આજે વાદળ વિના વૃષ્ટિ ! વિધિએ આજે સન્મુખ જેવું લાગે છે. મલયસુંદરી બેલી: “પ્રિય જે વિધિએ મારા શિર પર દુઃખના ડુંગર ખડક્યા હતા તેણેજ મને તારે મેળાપકરાવી આપે.” બનેનાં નેત્રમાં હર્ષના અથને પ્રવાહ વહ્ય અને પરસ્પર બાહુપાશમાં લીન થઈ ગયા. પરસ્પરના સ્નિગ્ધ ઉષ્ણ સ્પશે અને પરમ સુખનો અનુભવ કરી રહ્યા. એ અંધ કૂપ ન હતો, એમને માટે પ્રકાશિત મધુ મહેલ હતો. બરાબર એક વર્ષે એ દંપતીનું મિલન થયું. આવું અપૂર્વ મિલન નિહાળી ચંદ્ર પણ મંદ મંદ સ્મિત. વેરતો ગગનમાં છુપાઈ ગયે. P.P. Ac. Gunratnasuri MUS.Gun Aaradhak Trust