________________ વસ્તુઓ સાથે તે વનમાં જ રહ્યો. ત્યાં જઈ ખૂબ વિચાર કરી તેણે ગીને વેશ પરિધાન કર્યો. क्वचिद् भूमौ शय्या क्वचिदपि च पर्यंकशयनं / क्वचिच्छाकाहारः क्वचिदपि च शाल्योदनरुचिः। क्वचित्कंथाधारी क्वचिदपि च दिव्यांबरधरो। मनस्वी कार्यार्थी न गणयति दुःख न च सुखं // 155 // ' અર્થાત્ કોઈ વખત જમીન પર સૂવાનું હોય છે તે કઈ વખત પલંગ પર સૂવાનું હોય છે; કોઈ વખત ફળફૂલ ખાવાનાં હોય છે તે કોઈ વખત રાંધેલી રાઈ ખાવા મળે છે; કોઈ વખત કફની ધારણ કરવાની હોય છે તે કઈ વખત દિવ્ય વસ્ત્રો ધારણ કરવા મળે છે; કાર્યમાં દઢાગ્રહી પુરુષ સુખ અને દુઃખને ગણકારતો નથી. (155). " - સવારે કુંવરીના મહેલમાં દાસીઓ આવી ત્યારે કનવતીને ઠેકાણે વાંદરી બાંધેલી જોઈ એટલે તેઓએ રાજાને તે સર્વ નિવેદિત કર્યું. રાજાએ ત્યાં આવીને તે પ્રમાણે જોયું ને તેને અત્યંત દુઃખ થયું. તેણે વિચાર્યું?' શું આને કોઈની નજર લાગી છે? કેઈ ડાકણે કપટ કર્યું છે કે કોઈને શાપ લાગે છે? અથવા તો કોઈ દુએ પોતાની મંત્રશક્તિથી તેને વાંદરી બનાવી છે કે " કેઈ દેવે વેર લેવાની ઈચ્છાથી આમ કર્યું છે? દાસીએ તરફ ફરીને તેણે પૂછ્યું: શું કાલે કે અહીં આવ્યું હતું ? - દાસીઓએ જવાબ આપેઃ મહારાજ, ગઈ કાલે માળણું અહીં આવી હતી, પણ તે હમેશાં કુંવરીને માટે