________________ - 67 . ઉદ્યમ સફળ થયા. તે રૂપસેન તરફ ફરીને બેલ્યાઃ તમારું પણ મહાભાગ્ય કે તમે સંકટમાંથી છૂટવ્યા. ) કુમારે જવાબ આપેઃ તમારી કૃપાથી બધું બન્યું છે. આપના જેવા મનુષ્ય સંકટમાં માણસ ઉપર ઉપકાર કરે છે તેથી પૃથ્વી શેભે છે. કહ્યું છે કે, विहल जे अवलंबइ / आवइपडियं वि जो समुद्धरइ // “सरणागयं च रक्खइ / तेहिं हि अलंकिया पुहवी // 124 // ' અર્થાત-વ્યાકુલ થયેલાને જે ટેકો આપે છે, આપત્તિમાં આવી પડેલાને પણ જે ઉદ્ધાર કરે છે, શરણે આવેલાનું જે રક્ષણ કરે છે, તેઓએ જ ખરેખર પૃથ્વીને શભાવી છે. (124) - निर्गुणेष्वपि सत्वेषु / दयां कुवैति साधवः // न हि संहरते ज्योत्स्ना / चंद्रश्चांडालवेश्मसु // 125 // અર્થાત–સાધુ પુરુષો સારા અને ખરાબ દરેક માણસની ઉપર ઉપકાર કરે છે. ચંદ્ર ચંડાળના ઘર ઉપરથી પિતાની ચંદ્રિકાને દૂર લઈ જતો નથી. (125) માળીએ જવાબ આપેઃ કુમાર, આ સર્વ તમારા પુણ્યને જ પ્રભાવ છે. આવી રીતે વાત કરતાં તેમની -રાત વીતી ગઈ. પ્રાતઃકાળ થયે ત્યારે કુમારે માળણને કહ્યું: બહેન, તું પુષ્પ લઈને કુમારીના મહેલમાં જા. ત્યાં જઈને મારા સંબંધી વાત કરજે અને કુંવરીના મનની પરીક્ષા કરજે. જે તે મારા ઉપર આવી પડેલા દુઃખથી દુઃખી થતી હશે તો હું રાત્રે તેની પાસે જાિ, જે તે બાબત તેને