________________ કહ્યું હે મહારાજ, આ જ પુરુષ દરરોજ કુંવરીના મહેલમાં જાય છે. આ સાંભળીને વિસ્મય પામીને રાજાએ પૂછયું છે. વેશ્યા! તે એવું શા ઉપરથી જાણ્યું? તેણે જવાબ આપે તેનાં સિંદૂરવાળાં કપડાં ઉપરથી મેં તેને ઓળખ્યો છે. આમ કહીને તેણે બધી વાત રાજાને કહી. રાજાએ રૂપસેનને તે બાબત પૂછતાં તેણે કહ્યું: રાજન! વેશ્યાએ જે કહ્યું છે તે સર્વ સત્ય છે. આ રાજદ્રોહનું કામ મેં કરેલું છે. આથી આ લેકોને છોડીને મને જ શિક્ષા. થવી જોઈએ, કારણકે આમાં તેમને કાંઈ દેષ નથી. તેનાં આવાં વચન સાંભળીને સભાજને બહુ આશ્ચર્ય પામ્યા, અને બોલવા લાગ્યાઃ અરે, તેલમાં માખીની માફક આ અહીં કેવી રીતે આવી પડયો? અરે, શું એનું અદ્ભુત સાહસ છે! મુખ ઉપર મૂછને દેરે પણ જણાતો નથી. કહ્યું છે કે, संतो न यांति वैवर्ण्य-मापत्सु पतिता अपि // दग्धोऽपि वह्निना शंखः। शुभ्रत्वं नैव मुंचति // 112 // અર્થાતુ–ખરે, સંત પુરુષો દુઃખમાં પડ્યા છતાં, અગ્નિમાં પડેલે શંખ પિતાની શુભ્રતા છેડતા નથી તેમ ખાનદાની છોડતા નથી. (112). વળી, विपदि धैर्यमथाभ्युदये क्षमा / सदसि वाक्पटुता युधि विक्रमः // यशसि चाभिरुचिर्व्यसनं श्रुतौ। . प्रकृतिसिद्धमिदं हि महात्मनां // 113 //