________________ 24 जिननिरूपिते धर्मे / न चलत्यत्र यन्मनः // शुरास्ते एव तेषां च / रक्षां कुर्वति देवताः // 49 // અર્થા–શ્રી જિનદેવે પ્રરૂપેલા ધર્મમાંથી જેનું મન ચલાયમાન થતું નથી તે સૂર પુરૂષ છે તેઓની દેવતાઓ રક્ષા કરે છે. (49) ' . . . - છેવટે વૃદ્ધ ભૂદેવે કુંવરને આશીર્વાદ આપ્યા - तव वर्त्मनि वर्ततां शिवं / पुनरस्तु त्वरितं समागमः // अथ साधय साधयेप्सितं / स्मरणीयाः समये वयं वयं // 50 // ' અર્થા—તારા રસ્તામાં હમેશાં તારું કલ્યાણ થશે. ફરીથી આપણે જલદી મળીએ. તારા સર્વ મનેરો ફળે. મને વખત આવ્યે યાદ કરજે. (50). હે કુમાર, પ્રભુની પાસે પ્રાર્થના કરું છું કે તારી સર્વ ઈચ્છાઓ તે પરમકૃપાળુ ફળીભૂત કરે. તારા માર્ગમાં બહુ જ સાવધાનતાથી ચાલજે. કુમારે તેને એગ્ય દક્ષિણ આપતાં કહ્યું : હે ગુરુદેવ, આપ મારા વિષે કાંઈ પણ વાત રાજગૃહમાં કોઈને કહેશે નહિ. બ્રાહ્મણ વિદાય થયા પછી રૂપસેન કુમાર મનમાં વિચાર કરવા લાગ્યો : ખરેખર સત્વગુણ જ મનુષ્યને શ્રેયસ્કર છે. કહ્યું છે કે, सत्त्वाद्वति पर्जन्याः / सत्वात्सिद्धयति देवताः॥ सत्वेन धार्यते पृथ्वी / सर्व सत्ये प्रतिष्ठितं // 51 // અર્થાત–સત્વથી મેઘ વરસે છે, દેવતાઓ સત્વથી P.P. Ac. Gunratbasugum. Saradhak Trust