________________ કુમારે કહ્યું કારણ માત્ર કમ છે. કહ્યું છે કે, किं करोति न हि प्राज्ञः। प्रेर्यमाणश्च कर्मभिः // प्रोक्तैव हि मनुष्याणां / बुद्धिः कर्मानुसारिणी // 45 // અર્થાતડાહ્યો માણસ પણ કમથી પ્રેરાઈને શું નથી કરતે કહ્યું છે કે મનુષ્યની બુદ્ધિ કમને અનુસરે છે. (45. તે સાંભળીને બ્રાહ્મણે કહ્યું: ખરે, તું કોલ કરીને ઘરમાંથી જાય છે. હવે તું પાછો વળ. ડાહ્યા માણસે કો. કરવો જોઈએ નહિ. કહ્યું છે કે, सर्वोपतापकृत्क्रोधः / क्रोधो वैरस्य कारणं // दुर्गतिदायकः क्रोधः। क्रोधः शमसुखार्गला // 46 // અર્થા–કોધ સર્વ પ્રકારનાં દુઃખ ઉત્પન્ન કરનાર છે. ક્રોધ વેરનું કારણ છે, દુર્ગતિમાં નાખનાર છે, અને સુખ તથા શાંતિને અટકાવનાર છે. (46) બ્રાહ્મણે આમ શિખામણ આપી, પણ કુમારે જ્યારે. પાછા વળવાની જરા પણ ઈરછા ન બતાવી ત્યારે તેણે. ફરીથી કહ્યું : હે કુમાર! વિદેશ બહુ વિષમ છે, અને તું. સરળ અને સુકુમાર છે. - કુમારે જવાબ આપેઃ ભૂદેવ, ધીર પુરુષને કશું. અઘરું નથી. કહ્યું છે કે, कोऽतिभारः समर्थानां / कि दूरं व्यवसायिनां // को विदेशः सविद्यानां-कः परः प्रियवादिनां // 47 // અથ–સમર્થ પુરુષોને શું કઠીન છે? ધંધો કરનારને કયો પ્રદેશ દૂર હોય છે? વિદ્વાનને ક્યો પ્રદેશ વિદેશ P.P. Ac. Gunratgasugum. Saradhak Trust