SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ દુઃખીઓને બધી જગ્યાએ દુઃખ જ પ્રાપ્ત થાય છે. (35). આથી ડાહ્યા માણસેએ પરદેશ જવું જોઈએ. કહ્યું છે કે, हंसा महीमंडलमंडनाय / यत्रापि तत्रापि गता भवति // , हानिस्तु तेपां हि सरोवराणां / येषां मरालैः सह विप्रयोगः॥३६॥ અર્થા—હું ગમે ત્યાં જાય, પણ તેઓ ત્યાં ત્યાંની જમીનને શોભાવનાર થાય છે. નુકસાન તે થાય છે એ સવને કે જેઓને એ હંસને વિગ થાય છે. (36). - આમ વિચારીને રાત્રિએ તેણે નગર છેડી પરદેશ જવાને વિચાર કર્યો. જ્યારે રાત્રે તે બહાર જતો હતો ત્યારે દ્વારપાળે તેને પૂછયું: હે કુમાર! તમે રાત્રે કયાં જાઓ છો? તમારું જવાનું કારણ કહે. રાજાના હુકમ સિવાય હું તમને જવા નહિ દઉં. કહ્યું છે કે, મામ નરેદ્રાણા હૃત્તિરો દિનમનાં || पृथक्शय्या च नारीणा-मशस्त्रो वध उच्यते // 37 // - અર્થાત–રાજાની આજ્ઞાને ભંગ, બ્રાહ્મણની વૃત્તિને નાશ અને સ્ત્રીને પતિથી જુદી શય્યામાં સૂવાનું, આ ત્રણ કિયા રાજા, બ્રાહ્મણ અને સ્ત્રીને શસ્ત્ર વિનાને વધ છે. (37) : આ ઉપરથી કુમારે તેને એક સોનામહોર આપી તેથી હર્ષ પામીને દ્વારપાળે તેને કાંઈ પણ વધારે પૂછયા સિવાય ચાવડીની બહાર જવા દીધો. ખરેખર દ્રવ્યથી સર્વ કઈ વશ થાય છે. ' . . . :: : કુમારે નગર બહાર નીકળીને ઘોડા પર બેસી પવન વેગે પ્રવાસ શરૂ કર્યો. ખૂબખૂબ આગળ નીકળી ગયા પછી P.P. Ac. Gunrathas Liul Saradhak Trust
SR No.036482
Book TitleRupsen Charitra Yane Punya Prabhav
Original Sutra AuthorN/A
AuthorBakulchandra Lalchandra Shah
PublisherLaghajiswami Pustakalay
Publication Year1949
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy