________________ છે કે યોગની સ્મરણ કરતી હોય તેવો ડોળ કરી બેલી. “હા.સિંહલદ્વીપના રાજાને રત્નાવતીનામે કંન્યા છે, જેને ચંદ્ર બિંબમાં મૃગને જોઈ જાતિસ્મરણ થયું છે અને પૂર્વ ભવમાં પોતે મૃગી હતી. એમ માલુમ પડવાથી તે પર્વ ભવના પતિ મૃગ શિવાય અન્ય વરને વરવા ઇછતી નથી.”. રાજા આ હકીકત સાંભળી તરતજ જાતિસ્મરણ જ્ઞાન થવાથી બે - " હા પ્રિયે ! તું બહુ દૂર રહી છે, હું શું કરૂ? આ પક્ષીઓને પાંખ આપેલી હોવાથી તે ઉડીને વાંચ્છિત સ્થાને જઈ શકે છે, તેથી તેઓ શ્રેષ્ઠ છે; પરંતુ પાંખ વિનાના હોવાથી પાંગળા જેવા મનુષ્ય શ્રેષ્ઠ નથી.” આ પ્રમાણે બેલા રાજા પણ ઠેકાણે રતિ પામે નહિ. કારણકે “સર્વ પ્રકારના રોગી માણસને માટે રેગ ટાળવાના વિવિધું પ્રકારના ઉપચાર હોય છે, પણ સ્નેહ રૂપી રેગને ઉપાય છે પ્રિયના સંયોગ શિવાય બીજે કોઈ નથી.' વળી રાજા વિલાપ કરવા લાગ્યા, " હા પાપી દેવ હા નિદેય વિધાતા! સર્વ પ્રકારની બુદ્ધિના નિધાન, ગુણેના સ્થાન અને રાજ્યશ્રીના આભરણું તુલ્ય મારા મહા મંત્રીનું તેં કયાં હરણ કર્યું ? જે કારણ માટે સૂર્યના બિંબ વિના તિમિરસમૂહને કેાઈ હરી શકે નહિ તેમ તે મંત્રી વિના મારૂં અસાધ્ય કાયૅ બીજું કઈ રસાધી શકે તેમ નથી. વળી - બુદ્ધિના ભંડાર એવા મારા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust rust