________________ સુદર્શના ના II - ખાંડણી, ઘંટી, ચૂલો, પાણીના ઘડા અને સાવરણી જીવસંહાર થવામાં આ પાંચ નિમિત્તે ગૃહરાને રહેલા હોવાથી (આ પાંચ આરંભમાં નિત્ય પ્રવૃત્તિ કરનાર ) ગૃહસ્થ સ્વર્ગમાં જઈ શકતો નથી. 1 1 અગ્નિમાંથી કદાચ પાણી પેદા થઈ શકે. વિષધર (સર્પ)ની દાઢમાં કદાચ અમૃત હોઈ શકે, અને નહિ બનવા લાયક કદાચ સસલાને શિગડા આવે, તથાપિ જીવહિંસા કરવાથી ધર્મ ન જ હોઈ શકે. તપ અને સંયમ કર્યા સિવાય સ્વર્ગ કેવી રીતે મળી શકે? શું કોદરા વાવેલ ક્ષેત્રમાંથી કમોદ મળી શકે ખરી? નહિ જ. ગૃહસ્થાશ્રમમાં રહ્યાં છતાં પણ દેવ કે મનુષ્ય કે મેક્ષનાં સુખ મળતાં હોય અથવા આત્મા ઉજજવળ થતો હોય તો રાજ્યાદિકનો ત્યાગ કરી રાજા, મહારાજાઓ શા માટે તપશ્ચર્યા અંગીકાર કરે ? પિતાજી! મનુષ્યએ ધર્મ એવા મિથ્યા નામથી નહિ ભેળવાતાં ધર્મના સત્ય પરમાર્થને વિચાર કરવો જોઈએ. જે મનુષ્ય જેના ખરા ગુણને જાણે છે તે વસ્તુ દૂર રહી હોય છતાં તે, તેની જ અભિલાષા કરે છે. ચંદ્ર આકાશમાં દૂર રહેલો છે તથાપિ તેને દેખીને દૂર રહેલા P.P. Ac. Gunratnasuri MS . Jun Gun Aaradhak Trust