________________ પ્રદર્શન રમણીક બગીચાઓ, આરામે નજરે પડતા હતા. હંસ, સારસ, કોયલાદિ સુંદર પક્ષીઓના કલરવવાળા અનેક સહસ્રામ્રવને પથિકોને આરામ આપી રહ્યાં હતાં. આકાશના અગ્ર ભાગ પર આવી લાગેલાં ઊંચા શિખરવાળો રૈવતાચળ, શ્યામવર્ણવાળા અંજનગિરિ સરખા, અને આકાશને ટકાવી રાખવાને જાણે એક સ્થંભ ઊભે કરેલો હોય તે સુંદર દેખાવ આપતો હતો. તળેટીના નજીકના ભાગમાં સંધને પડાવ નાખવામાં આવ્યો. વાહનાદિ સર્વ ત્યાં જ રેક રાખી, ઉપયોગી સામગ્રી સાથે લઈ સંધ ગિરનારના પહાડ પર ચડવા લાગે. અનુક્રમે નેમનાથ ભગવાન બાલબ્રહ્મચારી બાવીસમા તીર્થંકરના મુખ્ય મંદિર આગળ સર્વે આવી પહોંચ્યા. મુખ્ય મંદિર સ્વચ્છતામાં અને ઉજજવળતામાં ચંદ્રની શ્વેત ચાંદની સાથે સ્પર્ધા કરતું હોય તેવું ઉદ્ઘસિત જણાતું હતું. એક તો પહાડની ટેકરી ઉપર, ને તેમાં વળી ઊંચા શિખરોવાળું હોવાથી તે મુખ્ય મંદિર કૈલાસ પર્વતના એક ભવ્ય શિખરની માફક શોભતું હતું. પહાડની શ્યામતા સાથે મળેલી વનસ્પતિની હરિતતાને લઈ, મંદિરના શિખરો પર આજુબાજુ નાની નાની અને વચમાં મેટા વિભાગમાં ધ્વજાઓ બાંધેલી હોવાથી સંસારસમુદ્રમાં મુસાફરી કરતા અનેક સઢે ચડાવેલા જહાજ [ વહાણુ ની માફક, તે મંદિરને રળિયામણે દેખાવ મનુષ્યના નેત્ર તથા મનનું આકર્ષણ કરતો હતો. AC Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust P