________________ સુદર્શના 55 સ્વસંવેદન અનુભવ કરતાં મનુષ્ય ઘણા અશુભ કર્મોને નિર્જરી શકે છે. મહાપુરુષો મુનિઓ વિગેરેના સમાગમથી, તેઓની ધર્મદેશના શ્રવણ કરવાથી આત્મભાવને વિશુદ્ધ કરી શકે છે. કારણ સિવાય કાર્યની ઉત્પત્તિ થતી નથી. આ તીર્થભૂમિકાઓ મહાનું પુરુષોનાં જીવનચરિત્રો યાદ કરવાનું કે તેમના મહાભારત પ્રયત્નનું અનુકરણ કરવાનું એક મહાન નિમિત્ત છે. એ અવસરે પરિણામની વિશુદ્ધિ કઈ જુદા જ પ્રકારની થાય છે. આ સર્વ ફાયદાઓ તીર્થયાત્રાથી થાય છે. અને તે ફાયદાઓ સર્વ કઈ પોતાની મેળે લઈ શકતા ન હોવાથી સંધસમુદાયથી તેવા યોગ્ય જીવને આ ફાયદાઓ મેળવી શકવા સંભવ છે, માટે ગિરનારજીના સંધ સાથે આપણે તીર્થયાત્રાએ જઈશું તે માટે તમે આનંદમાં રહે. તમારા સર્વ મનોરથ પૂર્ણ થશે. સંધ માટે હું અત્યારથી જ સર્વ સામગ્રી તૈયાર કરાવું છું. આ પ્રમાણે પિતાની પત્ની ધનશ્રીને દિલાસો આપી યાને ઉત્સાહિત કરી, ધનપાળે ગિરનારજીના સંધની તેયારી કરવા માંડી. I 585 પ્રકરણ 46 મું. ગિરનારજીને સંઘ અને પૂર્ણાહુતિ ગરીબથી તવંગરપર્વતના સર્વ લોકોને સંઘમાં આવવા માટે નિમંત્રણા કરવામાં આવી. ગિરનારની યાત્રા અર્થે સંખ્યાબંધ મનુષ્યો તૈયાર થયા. શુભ મુહૂર્ત શ્રી સંધ સાથે મિત્રાદિ Jun Gun Aaradhak Trust