________________ સુદર્શના છે 515 તારાં જેવાં જ હજો. વહાલાંઓને મેળાપ હ તો તારા જેવાઓનો જ હો. સ્નેહીં, હાલાંઓ કે બહેને તે જ કે જે ત્રિવિધ તાપથી તપેલાં સ્નેહીઓને ઉદ્ધાર કરે. શું વિષયના ખાડમાં નાખનારાં સ્નેહીઓ કહેવાય કે? નહિ જ. તેઓ ખરેખર અહિત કરનારાં, ભવોભવમાં રોળાવનાર ગુપ્ત શત્રુઓ છે. બહેન! જેમ તેં મને જાગૃત કર્યો, તેમ ધમ પણ તું જ બતાવ–સંભળાવ. આ અવસરે ભવ્ય જીવોને પ્રતિબોધ આપતા વીરપ્રભુ શત્રુંજય પર્વત પર આવી સમવસર્યા હતા. વીરપ્રભુને વિહાર અવધિજ્ઞાનથી જાણી ચંડવેગને સાથે લઈ સુદર્શનાદેવી પરિવારસહિત ત્યાં ગઈ. ત્રણ પ્રદક્ષિણા કરી ભક્તિપૂર્વક તેઓ વીરપ્રભુની સ્તુતિ કરવા લાગ્યાં. હે નાથ ! શરણાગત વત્સલ ! કૃપાળુ દેવ! ભવભયથી ત્રાસ પામતા ભવ્ય જીવોનો ઉદ્ધાર કરનાર ! તું આ જગતમાં જયવંત રહે. દુર્ગતિનાં દ્વારો બંધ કરનાર અને મોક્ષનાં દ્વાર ખુલ્લાં કરનાર, નિર્વાણ નગરના માર્ગમાં પ્રદીપ તુલ્ય તું જ છે. હે પ્રભુઅમારા પર તું એ અનુગ્રહ કર કે, સંસાર પરિભ્રમણ બંધ કરી. અમે સદાને માટે પરમ શાંતિમાં રહીએ. * ઈત્યાદિ સ્તુતિ કરી, સર્વે યથાયોગ્ય સ્થાને બેસી, તે મહાપ્રભુના મુખથી નીકળતી ધર્મદેશના સાંભળવા લાગ્યા. વીરભગવાને તેઓને કહ્યું: મહાનુભાવો! આ માનવજિંદગી ચુલા અને પાસા પ્રમુખ P.P.Ad Guntainasuri M.S. Jun Gun Aaradhak Trust 555