________________ સુહાના II aa મુનિઓની કુશળતા ચાહી છે અને આપના સમ્યક શ્રદ્ધાનની પણ કુશળતા પૂછી છે. આપના વિયોગથી અને ધર્મના સંદર બોધથી આત્મકલ્યાણ માટે આપના જયેષ્ઠબંધુ વસંતસેનને રાજય સંપી આપના માતુશ્રી તથા પિતાશ્રીએ ચારિત્ર અંગીકાર કર્યું છે. તેમજ તેઓની સાથે તમારા સર્વ બંધુઓએ (વસંતસેન વિના) ચારિત્ર લીધું છે. “પોતાના માતા, પિતા અને બંધુઓને ધર્મમાગે યોજાયેલાં અને ચારિત્ર લીધેલાં જાણી, સુદશનાના આનંદનો પાર ન રહ્યો. સિંહલદ્વીપ તરફ નજર કરી સુદર્શનાએ તેઓ સર્વને પંચાંગ નમસ્કાર કર્યો.” કમલાએ આગળ ચલાવ્યું. આપના જયેષ્ટ બંધુએ મારી સાથે કહેવરાવ્યું છે કે મારાં લધુ બહેનને કહેશે કે, ભવાંતરમાં પણ મને ધર્મબોધ આપી જાગૃત કરે. તેવી જ રીતે ધર્મસંબંધી બોધ આપવા માટે પદ્મા નામની તમારી ધાવમાતા અને વાસવદત્ત નામના તેના પુત્રે પણ છે વિજ્ઞપ્તિ કરી છે.' ચતુર રાજકુમારી કમલાના મુખથી આનંદના સંદેશા સાથે આ સંદેશ સાંભળી (નિમિત્તજ્ઞાનથી) ચેતી ગઈ કે પિતાને દેહાંત (મરણ) હવે નજીક સંભવે છે. કેમકે જિન વચનનાં સારભૂત રહસ્યો તેના હૃદયમાં રમી રહ્યાં હતાં. ઉપકૃત્યાદિ ભાવિ સૂચક નિમિત્તોને આ તે જિનવચનોથી જાણતી હતી, “ભવાંતરમાં અમને પ્રતિબંધ કરજે” વહાલા મનુષ્યનાં ભલે આ LE Jun Gun Aaradhak Trust PRAC Gunrainasuri MS.