________________ સુદર્શન 497 ક. શાશ્વત સુખના કારણરૂપ, આ દેહથી તપ, સંયમાદિ કરી લેવાં એટલું જ સારભૂત છે. ધર્મનું મૂલ દયા છે. દયાનું મૂલ તપ છે. તપનું મૂલ જ્ઞાન છે. અર્થાત્ દયાથી તપ અધિક છે. તપથી જ્ઞાન અધિક છે, જ્ઞાનથી નિર્વાણ પ્રાપ્ત થાય છે. આ ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થવી જોઈએ. માટે - સુદર્શના ! આપણને હવે તપ કરે તે યોગ્ય છે. જ્ઞાનીઓ પણ આ પ્રમાણે જ કહે છે. कंचणमणिसोवाणं थंभसहस्सूसियं सुवन्नतलं / जो कारिज्जइ जिणहरं तओ वि तवसंजमो अहिओ॥१॥ સેના અને મણિના પગથિયાવાળું, સુવર્ણના તળીયાવાળું અને હજારે થંભની ઊંચાઈ વાળું જે મનુષ્ય જિનમંદિર બંધાવે તેના કરતાં પણ તપ, સંયમનું ફળ અધિક છે. સુદર્શનાએ વિનયથી કહ્યું : અંબા ! જે એમ જ છે તે આપણે ગુરુશ્રીએ બતાવેલ તપ શરૂ કરીએ. આપનું કહેવું સત્ય છે. વિતવ્ય અને યૌવન ચંચળ યાને અનિત્ય છે. આપણે કયો તપ કરીશું? શીળવતીએ કહ્યું પુત્રી! સર્વાંગસુંદર તપ કરવાને મારો વિચાર છે. સુદર્શનાએ કહ્યું તે તપ કેવી રીતે થાય? શીળવતીએ કહ્યું : અજવાળા પક્ષમાં એકાંતરે ઉપવાસ કરવા. પારણે આંબિલ કરવું. નિરંતર જિનેશ્વરનું પૂજન કરવું. આ તપ ચૈત્ર માસમાં શરૂ કરવો જોઈએ. છેવટે તપ પૂર્ણ Jun Gun Aaradhak H P.AC. Gunratnasuri M.S.