________________ સુદર્શના + 476 I હર્ષનું કારણ અમોને જણાવશો. મુનિસુવ્રતસ્વામીએ કહ્યું : રાજન! આ અશ્વને હર્ષ, સકારણ છે. તે હું સંભળાવું છું. આ ભારતવર્ષમાં પદ્મિનીખંડ નામનું પ્રસિદ્ધ શહેર હતું. તેમાં જિનઘર્મમાં કુશળ જિનઘ નામનો શ્રેષ્ઠી રહેતો હતો. - તે જ શહેરમાં વિખ્યાતિ પામેલો સાગરદત્ત નામને અનેક કુટુંબને માલિક ધનાઢ્ય રહેતો હતો. સાગરદત્તમાં દાક્ષિણ્યતા અને દયાળુતાના ગુણો વિશેષ દેખવામાં આવતા હતા. જિનધર્મની સાથે તેને મિત્રતા હતી. તેની સોબતથી વીતરાગ ધર્મ ઉપર તેની સહેજે લાગણી થઈ હતી. દાન અને વિનયની લાગણી તેનામાં વિશેષ પ્રગટી નીકળી હતી. તે સાગરદત્તે તે જ શહેરમાં પૂર્વે એક શિવાયતન (શિવનું મંદિર) બંધાવ્યું હતું. તેની પૂજા નિમિત્તે કેટલુંક દ્રવ્ય આપી શિવભક્તોને રાખ્યા હતા. એક દિવસે તે શ્રેષ્ઠી પોતાના મિત્ર જિનધર્મ સાથે મુનિઓની પાસે ગયા. તેમને વંદન કરી ઉચિત સ્થાને બેઠે. એ અવસરે ગુરુશ્રી ધર્મોપદેશ આપતા હતા. તેમાં ગૃહસ્થોને લાયક દાનાદિ ધર્મનું વર્ણન કર્યા પછી, “કો વારિકન નિળ' જે માણસ રાગ, દ્વેષ, મહાદિરહિત વીતરાગદેવનું મંદિર બંધાવે છે. તે મનુષ્યને અન્ય જન્મમાં પણ ધર્મપ્રાપ્તિ સુલભ થાય છે. વિગેરે ગૃહસ્થ ધર્મ સંબંધી વર્ણન કર્યું. તે સાંભળી, તે વચનાની વારંવાર રટના કરતા સાગરદત્ત Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak 496