SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ સુદર્શના મિત્ર! આજથી હું તને એક જ કામ ઉપર ખબર રાખવાની તારી નિમણુંક કરૂં છું. અને તે એ જ છે કે કોઈ પણ ઠેકાણે કાંઈ પણ ધર્મ સંબંધી વાત તારા સાંભળવામાં આવે અથવા કોઈ ધમકથન કરનાર તારા દેખવામાં આવે તો તે વાત તરત આવીને મને નિવેદિત કરવી. પાપનાં પ્રત્યક્ષ ફળ દેખનાર હરિશ્ચંદ્ર રાજા જાગૃતિમાં આવ્યો. તેનું વલણ ધર્મને રસ્તે જ દેરાયેલું હતું. તે પોતાનું જીવન ધર્મમય કરવાને ઈચ્છતો હતો. તેને માટે તે કામ ઉપર અર્થાત ધર્મમાં જાગૃતિ આણવા માટે પોતાના મિત્રને તેણે રેકો હતો. આત્મ ઉન્નતિની ઈચ્છા રાખનારા વ્યવસાયી-યા–પ્રમાદી મનુષ્યોએ આ પ્રમાણે કરવું તે સર્વ પ્રકારે યોગ્ય છે. સુબુદ્ધિએ રાજાનું કહેવું વિનયપૂર્વક અંગીકાર કર્યું. તે દિવસથી ધર્મ સંબંધી કાંઈપણ વાત સાંભળતો કે તરત જ રાજાને કહી આપતા. એટલું જ નહિ પણ તેવા શદ્ધ ધર્મોપદેશક મહાત્માઓની તપાસમાં પણ તે ફરતો હતો. સુબુદ્ધિનાં વચન, પરમશ્રદ્ધાળ થઈને રાજા સિદ્ધહતો હતો, એક દિવસ શહેરની બહાર દેવોએ કરેલો પ્રકાશ અને મહિમા દેખી રાજાએ પૂછ્યું, મિત્ર! આ પ્રકાશ અને મહોચ્છવ શા માટે કરાય છે? સુબુદ્ધિએ તપાસ કરી કહ્યું. શહેરની બહાર એક મુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે કે તેમને મહિમા-મહોચ્છવ કરે છે. તે સાંભળી રાજાનું મન હર્ષથી પ્રફુલ્લિત થયું. મિત્રને સાથે | K1 ઈ 441 માં HIS. Cuina in asur
SR No.036477
Book TitleRajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Vijaykesharsuri
PublisherMuktichandra Shraman Aradhana Trust
Publication Year1987
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy