________________ સુદર્શના '438 II થયો. રાજા તર્કવાદના શાસ્ત્રમાં પ્રવીણ હતો. નાસ્તિકવાદ તે લોકોને કહેતો હતો કે, “જીવ નથી, પુન્ય નથી, પાપ નથી અને પરલોક પણ નથી. ખરવિષાણ (ગધેડાના શીંગડાં)ની માફક, જીવ આદિ પ્રત્યક્ષ દેખાતાં નથી. જે આ જગતમાં પ્રત્યક્ષગોચર થઈ શકે છે તે ચાર ભૂત જ છે અને તે ઇદ્રિથી ગ્રાહ્ય થઈ શકે છે. ચેતના એ જીવને ધર્મ નથી. તે તો પૃથ્વી, પાણી, વાયુ અને આકાશ આ ચાર ભૂતાને ધર્મ છે. મદ્યના અંગોથી (જુદી જુદી વસ્તુ એકત્ર કરવાથી) જેમ મદિરાની શક્તિ પ્રગટ થાય છે તેમ આ ભૂતોના સમુદાયથી ચેતનાશક્તિ પ્રગટ થાય છે, માટે પ્રત્યક્ષ ગોચર ન હોવાથી જીવ, પુન્યપાપાદિ છે જ નહિ. પ્રત્યક્ષનો વિષય ન હોવાથી તે જીવાદિ અનુમાનથી પણ સાધ્ય કરી શકાય નહિ કેમકે કોઈપણવાર વસ્તુ પ્રત્યક્ષ દેખાયેલી હોય તો તે વસ્તુના સંબંધમાં અનુમાન થઈ શકે. તેમજ સંસ્કૃતનું ફળ દેવલોક અને પાપના ફળરૂપ નરકગતિ પણ નથી. વળી જીવને જ અભાવ હોવાથી કર્તાપણું અને ભોક્તાપણું પણ ન જ સંભવે. ઇંદ્રિના સમુદાય તે જીવ યા જીવવું અને તે ભૂતનું વીખરાઈ જવું તે મરણ. જીવિત મરણની કલ્પનાઓ મૂઢ માણસોની કરેલી છે. એક તલતલ જેટલું શરીરને છેદવા છતાં પણ જીવ દેખાતો નથી, શરીરને જ છેદ થાય છે, માટે હિંસ્ય હિંસક (હિંસા કરવા લાયક અને AC Gunratnasuri M.S: Jun Gun Aaradhak Tru |438 || હૈ S