________________ સુદર્શના 436 . अन्नं गयस्त हियए अन्नं वाहस्य संधियसरस्स / __ अन्नं कुल्हय हियए अन्नं हियए कयंतस्स // 1 // હાથીના હૃદયમાં કાંઈ જુદા જ વિચાર હતા. બાણુ સાંધવાવાળા વ્યાધ [ ભિલ્લ] ના મનોરથો જુદા જ હતા. શિયાળના હૃદયમાં તેથી જુદું જ હતું. ત્યારે કૃતાંતના હૃદયમાં તેથી પણ જુદુ જ હતું અથોતુ કૃતોતે તેનાથી જુદું જ કર્યું. હે રાજન્ ! તે નિબુદ્ધિ લુબ્ધ જંબુકે થોડા ખોરાકને માટે–ઘણા લાંબા વખત ચાલે તેટલા ખોરાકનો ત્યાગ કર્યો તે ઉભયથી ભ્રષ્ટ થઈ મરણ પામે. તેવી જ રીતે આ અતિમૂર્ખ જીવ, અલ્પ વિષયસુખની ઇચ્છા કરતા પરલોક સંબંધી મહાનું સુખ આ શિયાળની માફક હારી જાય છે. વળી હે મહારાજા ! આપે કહ્યું કે પરલોકનું સુખ અદષ્ટ છે. કોણે દીઠું છે? વિગેરે ! તે સંબંધમાં આપ શ્રવણ કરશો. તે આપણે જોયેલું છે. આપને યાદ હશે કે કુમાર અવસ્થામાં આપણે આકાશમાગે, નંદનવન નામના દેવ ઉદ્યાનમાં રમવા માટે ગયા હતા ત્યાં એક મહર્દિક દેવ આપણા દેખવામાં આવ્યો હતો. તેને દેખી મરણના ભયથી આપણે પાછા હટ્યા હતા તેટલામાં તે દેવ સૌમ્ય આકૃતિ ધારણ કરી આપણી પાસે આવી આ પ્રમાણે કહેવા લાગ્યો. મહાબળ ! હું તારો શતબળ નામ પિતામહ (પિતાને પિતા) છું. ઉત્તમ ચારિત્ર પાળીને Ac Gunratnasuri M.S. Jun-Gun Aaradhak TN |436 I HIYO