________________ * અંદના 429 રાચનારા અને દ્વેષ કરનારાઓ, સંયોગ વિયેગથી ઉત્પન્ન થતાં અનંત દુઃખ પામે છે, માટે રાજન ! પરમાર્થથી દુ:ખરૂપ અને દુ:ખના કારણભૂત વિષયસુખને ત્યાગ કરી, પરલોકહિતકારી ધર્મમાં ઉદ્યમવાનું થાઓ. રાજાએ કહ્યું : મિત્ર પ્રધાન ! આટલા દિવસ તું મારો હિતસ્વી થઈને આજે તું શા માટે મારું અહિત કરે છે? અનાગત-નહિ દીઠેલા સુખને માટે વર્તમાનકાળમાં મળેલા સુખને ત્યાગ કરાવવો તે જ મારૂં અહિત છે. પોતાને અવસર મળ્યો જાણી, રાજાની ઈચ્છાનુસાર ચાલનાર સંભિન્નશ્રોત નામને પ્રધાન રાજાની તરફેણ કરી બોલવા લાગ્યો. મહારાજ ! આ સ્વયંબુદ્ધ માયાવી છે. તે આપને મળેલા સુખને ત્યાગ કરાવી શિયાળની માફક નહિ મળેલા સુખનો પ્રયત્ન કરાવી પાછળથી પશ્ચાત્તાપ કરાવશે. - રાજાએ કહ્યું : શિયાળને પાછળથી કેવી રીતે પશ્ચાત્તાપ થયે? પ્રધાને કહ્યું : એક શિયાળ પાસે, ખાવા સારૂ તેના મોઢામાં માસની પેસી હતી. નદીકિનારે ફરતા એક મચ્છ તેના દેખવામાં આવ્યું. તે મેળવવા માટે માંસને પીંડ જમીન પર મૂકી તેની તરક દો. તેને આવતો દેખી મચ્છ જલ્દી દેડી નદીમાં જઈ પડયો. પેલો માંસને પિંડ E! સમળી ઉપાડી ગઈ. શિયાળ બન્નેથી ભ્રષ્ટ થયે. પાસે મળેલું મૂકી બીજું લેવાની આશાથી HIT PAC Gunratnasuri M.S. Jun Gun Aaradhak