________________ છે 423 ત્યાર પછી તે પરિણામથી પતિત થવાય છે. (2) કષાયના ક્ષયવાળું યથાખ્યાત ઉત્કૃષ્ટથી તે દેશેઊણાં (કાંઈક ઓછા) પૂર્વ ઝેડ વર્ષપયત હોય છે. સામાયિક અને દેશવિરતિચારિત્ર અસંખ્યાતવાર આવે છે. ખરું ચારિત્ર જેને સ્પર્યું હોય તે આઠ ભવમાં સંસારને પાર પામે છે. દ્રવ્ય શ્રત અનંતવાર આવે છે. શ્રત, સામાયિક, સમકિત સામાયિક અને દેશવિરતિસામાયિક. આ ત્રણેને એક ભવમાં બે હજારથી નવ હજારવાર આકર્ષ આવે જાય છે. સર્વવિરતિચારિત્રમાં આકર્ષણ વિકર્ષણ –એક ભવમાં બસોથી નવસેવાર થાય છે. અથવા મૂલગુણ અને ઉત્તર ગુણરૂપ ચારિત્ર બે પ્રકારે છે. પાંચ મહાવ્રત અહિસા–સત્ય, અચૌર્ય. બ્રહ્મશ્ચર્ય અને પરિગ્રહને ત્યાગ આ મૂલગુણ કહેવાય છે અને પડિલેહણા, પ્રમાજનાદિ ઉત્તરગુણો કહેવાય છે. અથવા ચરણ સિત્તરી કરણસિત્તરી (ક્રિયા) રૂપ ચારિત્ર બે પ્રકારે કહેવાય છે. वयसमणधम्मसंजमवेयावच्चं च बंभगुत्तीओ। नाणाइतियं तवकोहनिग्गहाई चरणमेयं // 1 // વ્રત 5. યતિધર્મ 10. વિયાવચ્ચ 10. સંયમ 17. બ્રહ્મશ્ચર્ય 9, મનગુપ્તિ 1. વચનગુપ્તિ 1. કાયગુપ્તિ 1. જ્ઞાન 1. દર્શન 1. ચારિત્ર 1. તપ 12. ક્રોધને નિગ્રહ 1. આ ચરણસિત્તરી કહેવાય છે. 3 | Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust