________________ સુદર્શના - tl 420) પ્રકરણ ૩૪મું સમ્યક્યારિત્ર ત્રીજું રત્ન. સગુરુના સમાગમનો લાભ લઈ સુદર્શનાએ ધર્મોપદેશ સાંભળવાનું ચાલુ રાખ્યું. ગુરુશ્રીએ પણ યોગ્ય જીવ જાણી પરોપકાર બુદ્ધિએ ધર્મોપદેશ આપવાની કૃપા કરી. चिरसंचियकम्मचयस्स रित्तकरणाओहोइचारित्तं तं अत्तनाणमइयं तं नाणं दंसणं चरणं ઘણા લાંબા વખતનાં સચિતકર્મ સમૂહને ખાલી કરતું હોવાથી તે ચારિત્ર કહેવાય છે. અર્થાત જેનાથી કર્મસમૂહને નાશ થાય છે. તેવી પ્રવૃત્તિ યા નિવૃત્તિને ચારિત્ર કહેવામાં આવે છે. આત્મજ્ઞાનમય થવું તે ચારિત્ર છે. આત્મા જ જ્ઞાન, દર્શન અને ચારિત્રમય છે. સુદર્શના સાવદ્ય સપાપ વેગથી (મન, વચન, કાયા વડે) ત્રિવિધ ત્રિવિધે (કરવા કરાવવા અનુમોદવા રૂપે). થાવત જીવનપર્યત પાછા હઠવું વિરમવું તે સામાન્ય રીતે એક પ્રકારનું ચારિત્ર કહેવાય છે. વિશેષ પ્રકારે તે ચારિત્રના પાંચ ભેદ છે તે આ પ્રમાણે છે. સામાયિક 1. છેદપરથાપના, 2. પરિહરીવિશુદ્ધિ, 3. સૂક્ષ્મસંપરાય, 4 યથાખ્યાત, 5. II૪ર૦ AC Gunsatnasur M.S. . Jun Gun Aaradtak The