________________ સુદર્શના 4175 રાજમંડળને બોલાવી, તેઓને પોતાને ચારિત્ર લેવાનો અભિપ્રાય જણાવી, અમરસેન કુમારને રાજ્યાભિષેક કર્યો. પછી તરત જ આડંબર સહિત નરસુંદર રાજાએ અનેક સામંત, મંત્રી, પ્રમુખ સંગાથે શશીકભાચાર્ય સમીપે ચારિત્ર લીધું. ગુરૂમહારાજે ચારિત્ર માર્ગમાં કેમ ચાલવું, કેમ બેસવું, કેમ બોલવું, વિગેરે શિક્ષા આપી. जयं चरे जयं चिट्रे जयं आसे जयं सये / जयं मुंजंतो मासंतो पावकम्मं न बंधइ / / 1 / / હે મહાનુભાવો ! યતનાપૂર્વક ચાલો, યતનાપૂર્વક ઉભા રહે, યતનાપૂર્વક બેસે, યતનાપૂર્વક સૂવે, યતના–પૂર્વક આહાર કરે. અને યતનાપૂર્વક બેલો. આ સર્વ સ્થળે યતના ( સાવધાનતા) પૂર્વક પ્રવૃત્તિ કરતાં છવ પાપકર્મ બાંધતા નથી. વિગેરે. ગુરુશ્રી તરફથી ઉપદેશ પામી, તે પ્રમાણે સર્વ ક્રિયાઓ કરતાં વળી ગુરુ, ગ્લાન, બાળ, વૃદ્ધ પ્રમુખ મુનિઓની વિયાવૃત્ય કરતાં તે નરસુંદર મુનિએ, જ્ઞાનમાં તેમજ આત્મગુણમાં મહાનું વૃદ્ધિ કરી. ગુરુકૃપા અને આત્મવીર્યથી તે મહામુનિ શ્રતજ્ઞાનરૂપ સમુદ્રને પારગામી થયા. ગુરુશ્રીએ આચાર્યપદને યોગ્ય જાણી પિતાના પદ પર (આચાર્યસ્થાને) સ્થાપિત કર્યા. મિથ્યાત્વ તિમિર મંડળના સંહાર માટે દિનમણિ (સૂર્ય) તુલ્ય થઈ, અનેક ભવ્ય 17 | P.P.Ad Gunratnasuri M.S. . : Jun Gun Aaradhak Trust