________________ સુદર્શના a dil થયેલ અનેક મહાપુરુષો ગિરનાર પર્વતની શિલાઓ ઉપર, ગુફાઓમાં અને ગીચ ઝાડીઓમાં આત્માનુભવ કરી રહ્યા છે. અપ્સરાઓ સહિત અનેક કિન્નરે ત્યાં ક્રીડા કરતા નજરે પડે છે. ધ્યાનારૂઢ, આત્મપરાયણ તે મહાત્માઓને આત્મિક પ્રયત્ન દેખી તેવો પ્રયત્ન કરવામાં પિતાની અસમર્થતાને નિંદતા તે કિન્નરગણ તેઓના ગુણગ્રામ કરે છે. ગુણાનુરાગથી તેમજ આત્મ ઉચ્ચતા કરવાની પ્રબળ ઈચ્છાથી પ્રેરાયેલા કિન્નરો અપ્સરાઓ સહિત ભક્તિભાવ દર્શાવતા, તેઓની અનેક પ્રકારે સ્તુતિ કરી પિતાને કૃતાર્થ કરે છે. હસ્તિપદ ગજેંદ્રપદ કંડમાંથી નિર્ઝરણાનો અખંડિત પ્રવાહ ચાલી રહેલ છે. આ સર્વ વાત સત્ય છે, અને મેં નજરે દેખેલ છે. પ્રિયા ! બીજું પણ એક મહાન આશ્ચર્ય, તે પહાડ ઉપર મેં દેખ્યું છે તે હું તને કહી સંભળાવું છું. તું સાવધાન થઈને સાંભળ. મારા આત્માને શાંતિ આપવા નેમનાથ પ્રભુના દર્શનાર્થે હું ગિરનાર ઉપર ગયે હતો. ત્યાં જવા પછી વિધિપૂર્વક મંદિરમાં પ્રવેશ કરી, તે મહાપ્રભુની ભાવપૂર્વક વંદન, પૂજન, સ્તુતિ વિગેરે કરવામાં મેં આખો દિવસ વ્યતીત કર્યો. મેટી દશ આશાતનાઓના ભયથી સંધ્યા સમયે હું જ્યારે મંદિરમાંથી બહાર નીકળતા હતા, તે અવસરે દિવ્ય રૂપ–ધારક એક તરુણી મારો 10 | 1 Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust