________________ સુદર્શન II 343 શ્રીએ અવધિજ્ઞાનથી સુદર્શનાનો પાછલો જન્મ તપાસ્યો. અને સુદર્શનાએ ભવદુઃખનું નિર્દેશન કરનાર “ધર્મપ્રાપ્તિ –રૂપ આશીર્વાદ આપ્યો. ગુરુરાજ તરફથી આશીર્વાદ પામી. સુદર્શનાએ બીજા સર્વ સાધુઓને વંદન કર્યું. અને શ્રાવક શ્રાવિકાઓને પણ નમસ્કાર કર્યો. વંદન, નમસ્કાર કર્યા બાદ મન, વચન, કાયાના યોગોની એકાગ્રતા કરી ધમશ્રવણ નિમિત્ત, ગુરુશ્રીના ચરણમાં દષ્ટિ સ્થાપન કરી, યોગ્ય સ્થળે સર્વ પરિવાર સહિત સુદર્શના બેઠી. ગુરુમહારાજે સુદર્શનને ઉદ્દેશીને કહ્યું : ભદ્રે ! પૂર્વ જન્મમાં તું સમળી હતી, અંત વેળાએ નમસ્કાર મંત્ર તથા નિયમમાં આદર કરવાપૂર્વક મરણ પામી સિંહલદ્વીપમાં રાજપુત્રીપણે ઉત્પન્ન થઈ છે. તપ, સ્વાધ્યાયાદિ દુષ્કર કાર્ય કરનાર મુનિઓમાંથી પણ કેટલાએક જ જાતિ સ્મરણજ્ઞાન પામી શકે છે તે જાતિસ્મરણજ્ઞાન તે પ્રાપ્ત કર્યું છે, તે અંતવેળાએ આદર કરેલ નિયમનો જ પ્રભાવ છે. નિયમ લીધા સિવાય છે, તપ કે ચારિત્ર જેવાં સ્વાભાવિક રીતે આચરણ કરે છે છતાં તેનું ફળ તેમને મળતું નથી, કેમકે વ્યાજે મૂક્યા સિવાય, કેવળ ઘરમાં પડી રહેલું દ્રવ્ય વૃદ્ધિ પામતું નથી. મનુષ્યને તે દૂર રહે, તિયને પણ નિયમો, સમ્યકત્વપ્રાપ્તિમાં કારણરૂપ થાય છે. દુનિયામાં જે અનુકૂળતા દેખાય છે તે નિયમોનો પ્રભાવ છે. જે મનુષ્યો વ્રત, નિયમ વિનાનાં અસંતોષી થઈ રાત્રિ, દિવસ ફર્યા કરે છે તેઓ સંતેષના સુખને Ac Gunratnasurimis. BB Jun Gun Adladhak