________________ સુદર્શન II ૩૩લા કાંસાની માફક નિલેપ, શંખની માફક રાગથી નહિ રંગાયેલા, જીવની માફક અપ્રતિબદ્ધ, આકાશની માફક નિરાલંબન, શરદૂઋતુના જળની માફક નિર્મળ કમળ પત્રની માફક વિષય પંકથી નિલેપ, કાચબાની માફક ઇંદ્રિયને વિષાથી છુપાવનાર, ગેંડાના ભૃગની માફક એકાકી, ભારંડની માફક અપ્રમત્ત, હાથીની માફક બલવાન, વૃષભની માફક ઉપાડેલ સંયમભારનો નિર્વાહ કરનાર, સિંહની માફક પરીષહ પશુઓથી દુર્જય. મેરુપર્વતની માફક અક્ષોભ્ય, સમુદ્રની માફક ગંભીર ચંદ્રની માફક શીતળ–શાંત, સૂર્યની માફક તપતેજથી દેદીપ્યમાન, પક્ષીઓની માફક કુક્ષીશંબલ પૃથ્વીની માફક સુખ દુઃખાદિ સર્વ સહન કરનાર અને અગ્નિની માફક કર્મઈધન બાળવામાં તત્પર. ઈત્યાદિ સિદ્ધાંતમાં કહેલી વિવિધ પ્રકારની ઉત્તમ ઉપમાને ધારણ કરનાર અનેક મુનિઓ ત્યાં દેખવામાં આવ્યા. જ્ઞાન, ધ્યાન કરવામાં આસક્ત મુનિઓ બીજા ગુણવાનું મુનિઓની વૈયાવૃત્યાદિ ભક્તિ કરી રહ્યા હતા. ઈત્યાદિ મુનિઓના પરિવારને દષ્ટિથી નિહાળતી હાથથી નમસ્કાર કરતી અને મનથી પ્રમોદ પામતી સુદર્શન આગળ ચાલી. - ચંદ્રને દેખી જેમ સમુદ્ર ઊછળે છે, તેમ ગુણાનુરાગથી તેનું હૃદય ઊછળવા લાગ્યું, તેનું મન અનુમોદન કરવા લાગ્યું, અહા ! આ મુનિઓ જ કૃતાર્થ છે. ધન્ય છે તેઓને. આ જ ભાગ્યવાનું જ છે. આવા સદાચારવાળા મુનિઓ જ સંસાર તરી શકે છે. આવા P.P Ac. Gunratnasur M.S. Jun Gun Aaradhak / 339