________________ સુદર્શના I 318 છે. / 318 | ચીકાશ(સ્નેહ)વાળા પદાર્થ ઉપર અનેક રીતે ધૂળ ચોંટે છે, તેમ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગાદિરૂપ રાગ દ્વેષની પરિણતિવાળા આસવના કારણથી આ જીવ ઉપર કર્મમેલ ચોંટે છે. તેથી સંસારમાં પરિભ્રમણ થાય છે. હે જીવ! આ કર્મરૂપ આસ્રવ ન આવે તે માટે તારે બહુ સાવચેતી રાખવી જોઈએ. ઘરનાં દ્વાર બંધ કર્યા હોય અથવા વહાણુમાં પડેલા છિદ્રને બંધ કરવામાં આવ્યું હોય તો તેમાં ધૂળ કે પાણી પ્રવેશ કરતું નથી તેવી રીતે હે આત્મન ! કર્મ દ્વારે બંધ કરવારૂપ સંવરમાં તું તત્પર રહીશ તે તારામાં પાપરૂપ ધૂળ કે પાણી પ્રવેશ નહિ કરે. અજ્ઞાનતાને આધીન રહી અનેક વર્ષો સુધી દુ:ખ વેઠી યા કષ્ટ કરી આ જીવ કમ ખપાવે છે. તેટલાં જ કર્મો આત્મપયગમાં જાગૃત રહેલા જ્ઞાની પુરુષો એક ક્ષણમાત્રમાં ખપાવી શકે છે, માટે હે જીવ! તું આમ ઉપયોગમાં જાગૃત થા. વિશુદ્ધ આત્મભાવમાં જ રમણ કર. આ ચૌદ રાજલોકમાં, એક વાળના અગ્રભાગ જેટલું પણ સ્થળ ખાલી નથી કે જ્યાં આ જીવ જન્મ, મરણ કરી તે સ્થળને સ્પર્શ કર્યો ન હોય આમ છે છતાં હજી સંસારવાસથી વિરક્તિ પામતું નથી એ મોટું આશ્ચર્ય છે. ઘણુ ઊંડા સમુદ્રમાં પડેલું ઉત્તમ રત્ન, જેમ ઘણી મહેનતે હાથ આવે છે, તેમ સંસારચક્રમાં પરિભ્રમણ કરતાં હે જીવ! સમ્યકત્વ ધર્મ શ્રદ્ધાનરૂપ રત્ન, તને ઘણી મહેનતે આ AC. Gunsatriasur-MS. Jun Gun Aaradhak Trus