________________ સુદના 1 315. અશુચિ ભાવનાના વિચારથી દેહ ઉપરથી દેહમમત્વભાવ-યાને નેહભાવ ચાલ્યા જવો જોઈએ. 6 આસ્રવભાવનાના વિચારથી પુણ્ય, પાપને આવવાનાં સર્વ કારણો વારંવાર સ્મરણમાં આવવાં જોઈએ. તે સાથે તેવી પ્રવૃત્તિમાં પ્રવેશ ન થાય તે માટે યોગ્યતાનુસાર સાવધાન રહેવું જોઈએ. 7 સંવરભાવનાના વિચારથી આવતા કર્મને રોકવાના ઉપાયો સ્મૃતિમાં રહેવા જોઈએ અને તેવો પ્રયત્ન કરવો જોઈએ. 8 નિર્જરાભાવનાના વિચારથી–મિથ્યાત્વ–અવિરતિ-કષાય-પ્રમાદ અને યોગથી આવેલા કર્મ કાઢવા પ્રયત્ન કરવો જોઈએ તે માટે વિશુદ્ધિને વધારો કરવો. 9 લોકસ્વભાવ ભાવનાના વિચારથી–સંસારચક્રમાં પરિભ્રમણ કરનાર જીવોનાં ખરાબ આચરણ વિગેરે. તથા પુણ્યથી ભેગવાતા વૈભવો વિગેરે જાણી, ખેદ તથા આશ્ચર્ય થવું ન જોઈએ. તેમજ ભવચક્રના પરિભ્રમણથી કંટાળો આવવો જોઈએ. 10 બેધિદુર્લભ ભાવનાના વિચારોથી અને ધર્મમાં સહાયક દેવ, ગુર્નાદિના સંયોગની દુર્લભ પ્રાપ્તિના વિચારોથી અપ્રમત્ત દશા પામી, જેમ બને તેમ ઉત્તમ સંયોગ યા નિમિત્તો મેળવી, H? કર્મ—શત્રુઓને ક્ષય કરવા માટે તૈયાર થવું જોઈએ. 11-12 2 AcGunratnasuti M.S. Jun Gun Aaradhak TOP 315