________________ સુદર્શન A 213 પાટિયું તેના હાથમાં મૂકયું. વીરભદ્ર પણ વિરહને પ્રગટ ભાસ થાય તેવું હંસીનું રૂપ આલેખી આપ્યું. તે દેખી રાજપુત્રી બોલી ઊઠી. અહા! અંતરભાવ પ્રકાશક ચિત્ર આલેખવાનું કેશલપણું તમારામાં અપૂર્વ છે. જુઓ તે ખરાં, આ હંસીની દષ્ટિ અશ્રુજળથી પૂર્ણ દેખાય છે. તેની ચાંચ અને ગ્રીવા શિથિલ થઈ ગઈ છે. વદન ગ્લાનિ પામ્યું છે. ઉપાડવાને અસમર્થ હોય તેવી તેની પાંખે શિથિલ થઈ જાય છે. એનું બેસવાનું સ્થાન કેવું શૂન્ય લાગે છે? વધારે શું જણાવું ? કેઈના બતાવ્યા સિવાય પણ સ્વાભાવિક રીતે આ હંસી વિરહાકુળ જણાય છે. રાજપુત્રી–આવી કળાથી ભરપૂર તારી બહેનને આટલા દિવસ મારી પાસે કેમ ન લાવી ? " વીરભદ્ર–મારા ગુરૂવર્ગના ભયથી તેણી મને અહીં લાવતી નહોતી. રાજપુત્રી–તમારું નામ શું છે? વીરભદ્ર...મારું નામ વીરમતી. આ પ્રમાણે વાર્તાવિનેદ કરી અવસર થતાં બન્ને પાછાં ઘેર આવ્યાં. સ્ત્રીવેશમાં નિરંતર રાજકુમારી પાસે જતાં, થોડા દિવસમાં વીરભદ્ર વીણાદિ કલાથી તેને પોતા ઉપર અનુરાગિણી કરી દીધી. એક દિવસ શ્રેષ્ઠીએ કહ્યું-વીરભદ્ર ! તું આખો દિવસ કયાં રહે છે? તારા સંબંધમાં લોકે મને પ્રશ્ન કરે છે. હું તેને ઉત્તર આપી શક્તો નથી માટે તું દુકાન પર હવેથી બેસ. | | 213 T - 1 ato