________________ સુદર્શના ને 202 | છે 202 દેવ આયુષ્ય પૂર્ણ કરી, આ ભારતવર્ષનાં હસ્તિનાપુર શહેરમાં વિશ્વસેન રાજાની અચિરાદેવી રાણીની કુક્ષીમાં શાંતિનાથ તીર્થકરપણે ઉત્પન્ન થયા. ગૃહવાસમાં પાંચમા ચક્રવર્તી રાજાના પદનું પાલન કરી, અવસરે શ્રમણમાર્ગ અંગીકાર કર્યો. કર્મ ક્ષય કરી કેવળજ્ઞાન ઉત્પન્ન કર્યું. સોળમા શાંતિનાથ તીર્થકરના મહાન પદને પામી, અનેક છેવોને દેશનામૃતથી શાંત કરી નિર્વાણ પદ પામ્યા. આ પ્રમાણે અભયદાનનું માહામ્ય વિસ્તારપૂર્વક તમને સંભળાવ્યું. તમારે પણ તમારી શક્તિ અનુસાર જીવોને અભયદાન આપવા માટે પ્રયત્ન કરો. વખત થઈ જવાથી મુનિશ્રીએ પોતાનો ઉપદેશ સમાપ્ત કર્યો એટલે ગુરૂશ્રીને વંદન કરી, સાર્થવાહ સુદર્શના, શીળતી વિગેરે પિતાના નિવાસસ્થાન તરફ આવ્યાં, અને જ્ઞાન, ધ્યાન, દેવપૂજન, ઉપદેશનું. મનન અને સવિચારાદિમાં દિવસ વ્યતીત કર્યો. - ત્રીજે દિવસે પાછા સર્વે ઉપદેશ શ્રવણ કરવાને ગુરુશ્રી પાસે હાજર થયા, ગુરુશ્રીએ પણ પિતાનો સદુપદેશ આગળ ચલાવ્યું. Ac Gunratnasun MS Jun Gun Aaradhak Tu