________________ સુદર્શના મુનિશ્રી આહારાદિ કરી પોતાના જ્ઞાનમાં લીન થયા. બીજે દિવસે ઋષભદત્ત, સુદર્શના, શીળવતી અને બીજા મેટા પરિવાર સાથે સર્વે ગુરુશ્રી પાસે વંદન તથા ઉપદેશ શ્રમણ માટે ગયા. ગુરુશ્રીને વંદન કરી, યથાયોગ્ય સ્થાને બેસી ઉપદેશ શ્રવણ કરવા લાગ્યા. ' ગુરુશ્રીએ પણ સાર્થવાહાદિને ઉદ્દેશીને દાનનો બીજો ભેદ અભયદાનના સંબંધમાં પિતાનો ઉપદેશ શરૂ કર્યો. પ્રકરણ 25 મું અભયદાન अमेध्यमध्ये कीटस्य सुरेंद्रस्य सुरालये / समाना जीविताकांक्षा तुल्यं मृत्युभयं द्वयोः // 1 // વિષ્ટામાં રહેલા કીડાને તથા દેવલોકમાં રહેલા ઇંદ્રને બન્નેને જીવવાની ઈચ્છા સરખી છે; તેમજ મરણનો ભય પણ બન્નેને એક સરખે જ છે. 1. - જીનું મરણના ભયથી રક્ષણ કરવું તે અભયદાન કહેવાય છે. અભય એ જ દયાનું || 186 ! Ac. Gunratnasur M.SE Jun Gun Aaradhak હ