________________ સુદર્શના || 176 || | હ૬ સુશીલ શ્રાવિકા ! તમારા તરફથી મારા ઉપર મેટ ઉપગાર થયો છે તે બદલે હું તમને ધન્યવાદ આપું છું. પૂર્વ પુર્યોદયથી ધર્મપ્રાપ્તિ નિમિત્તે પૂર્વે મને તમારો મેળાપ થયો હતો. તમારા નિમિત્તથી મને આ ધર્મપ્રાપ્તિ થઈ છે. આ શ્રમધર્મની પ્રાપ્તિનું ખરું નિમિત્ત તમે જ છો. શીળવતીએ નમ્રતાથી જણાવ્યું પ્રભુ! અમારા જેવા પામર પ્રાણીઓ કદાચ આપના આ ઉત્તમ ધર્મપ્રાપ્તિમાં નિમિત્તકારણ થઈ શકે, કારણ કે અનેક રીતે નિમિત્તભૂત થઈ શકાય છે છતાં ખરું કારણ તો આપ પોતે જ લઘુકમ જીવ છે. જો તેમ ન હોય તો ગમે તેવી દુઃખમય સ્થિતિમાં પણ ઘણા ભારેકમી જીને ધર્મનું નામ પણ યાદ આવતું નથી, તે ધર્મની પ્રાપ્તિ તે કયાંથી જ હોય? દુનિયામાં એવા ઘણુ જીવે છે કે તેમને માથે નાના પ્રકારની આફત અને વૈરાગ્યજનક બનાવે અનેકવાર આવી પડે છે કે બની આવે છે તથાપિ ધર્મ તરફનું વલણ તો આપ જેવા લઘુકમી જીવને જ થાય છે. હું પણ ધન્યભાગ્ય છું કે આપ જેવા સમર્થ મહાત્માનું આવા સ્થળે દર્શન પામી છું. હે કૃપાળુ ! હવે તે જેમ આપ આ ભવસમુદ્રને નિતાર પામ્યા છો તેમ મારો પણ ઉદ્ધાર કરો. હું તમારે શરણે આવી છું. સુદર્શનાએ પણ હાથ જોડી નમ્રતાથી જણાવ્યું. પ્રભુ ! આપ અમને એ માર્ગ બતાવો કે ફરીને આવાં અસહ્ય દુઃખને અનુભવ અને કર ન પડે. વિજયકુમાર મુનિએ જણાવ્યું. સુશીલાઓ! સંસારના દુઃખથી સદાને માટે મુક્ત થવાની અભિલાષા છે તો તમે વિશેષ પ્રકારે DRA. Gunratnasuri MS Jun Gun Aaradhak Trus