________________ સુદર્શના in e4 . અર્થે થાય છે માટે હવેથી મારે તેને અર્થે જ પ્રયત્ન કરવો. જિનેશ્વર ભગવાનની આરાધના જ્ઞાની પુરુષોએ બે પ્રકારે બતાવી છે. એક તે જિનભુવન, જિનબિબાદિ કરાવવા અને તેનું પૂજન-અર્ચન કરવાથી આરાધના થાય છે. અને બીજી આરાધના પાંચ મહાવ્રત પાળવાં, દુષ્કર તપશ્ચરણ અને ચારિત્ર ક્રિયાદિ કરવાથી થાય છે. | પહેલી આરાધના અશાશ્વત અને દ્રવ્યાદિકને સ્વાધીન છે અને બીજી આરાધના શાશ્વત અને પિતાને સ્વાધીન છે. વિવેકી અને વિરક્ત પુરુષને વિશેષ પ્રકારે બીજી આરાધના કરવા લાયક છે. કેમકે ચિંતામણી રત્નની માફક દુર્લભ મનુષ્યભવ પામી, શાશ્વત સુખની પ્રાપ્તિ થાય તેવો ધમ અવશ્ય કરવો જોઈએ. જો આમ જ છે તે મારે પણ દુષ્કર તપશ્ચરણા રૂપ અગ્નિજવાળા વડે, કર્મ વનનું દહન કરી ત્રણ ભુવનની અંદર જયપતાકા મેળવવી જ રહી. ઇત્યાદિ વિચાર કરનાર વિજયકુમારે, જયવમે રાજા પાસે ન જતાં સુરિસ્થત ગુરુશ્રી પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. હે સુદર્શના ! તે આહવમલ્લ રાજાને પુત્ર વિજયકુમાર તે પિતે હું જ છું. મારા વ્રત ગ્રહણ કરવાનું નિમિત્ત પણ તે જ છે કે જે મેં તારી આગળ જણાવી આપ્યું. પરિણામની વિશુદ્ધિથી મને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું છે. તે જ્ઞાનથી તમારું આગમનાદિ મેં જાણ્યું છે. આ + 14