________________ સુદર્શનાર II 164 - 164 || कोहाविट्ठो मारइ लोहासत्तो य हरइ सव्वस्सं // माणिल्लो सोयकरो मायावी डसइ सप्पोव्व // 1 // ક્રોધના આવેશવાળો જીવોને મારી નાખે છે. લોભમાં આસક્ત સર્વસ્વ હરી લે અભિમાની શક કરાવે છે અને માયાવી (કપટી) સર્પની માફક ડસે છે? રાણી રત્નાવાળી કામમાં આસક્તિવાળી છે, માયાથી ભરપૂર છે, કુડ કપટના નિધાન સરખી છે અને ન્યાય, લજજા તથા કણા રહિત છે તે માટે સર્વ પ્રયત્નથી તેનો સદાને માટે ત્યાગ કરે એ જ કલ્યાણકારી છે. તેમ કરવાથી પાલક પિતા સાથે પણ વિરોધમાં ઉતરવાનો પ્રસંગ નહિ આવે. ઇત્યાદિ નિશ્ચય કરી એ જ વખતે પિતાનું ખગ લઈ નિરંતરને માટે તે નગરીનો ત્યાગ કરી વિજયકુમાર આકાશમાગે ચાલી નીકળ્યા. રસ્તામાં અનેક ગ્રામ, નગર, પુર, પટ્ટણ અને ગિરિ, સરિતાદિ નિહાળતો ક્ષણાર્ધમાં કુણાલા નગરી આવી પહોંચ્યો. આકાશમાં રહી રાજમહેલ તરફ નજર કરતાં, શકાશમાં રહેલી પોતાની માતા કમલશ્રી તેના દેખવામાં આવી. વિજયકુમાર આકાશ માર્ગથી નીચે ઉતરી રાજમહેલમાં આવ્યું. અને " હું તમારે બાળપણાનો વિયેગી પુત્ર છું* વિગેરે હકીકત જણાવી માતા-પિતાને તેનો નિશ્ચય કરાવી આપે. Ac Gunratnasuri MS. Jun Gun Aaradhak Try