________________ સુ. ના 143. પગલું પણ સાથે આવતું નથી. સ્વજને સ્વાર્થમાં તત્પર થઈ ઉપેક્ષા કરે છે, ધનમાં લુબ્ધ થયેલા પુત્ર, પિતા સાથે યુદ્ધમાં ઉતરે છે અથવા અનેક છળપ્રપંચ કરે છે, હાલી સ્ત્રી પણ અમંગળ કે ચેપી રોગાદિના ભયથી મૃત પતિના કે મરવા પડેલા પતિના દેહને સ્પર્શ કરતી નથી. માતાજી! સંબંધીઓની સ્વાર્થી પ્રીતિ સમજીને, આપ મારા સંસારસુખ માટે ખેદ નહિ કરો. આ અસાર દેહને સાર–આત્મહિત કરવું તે જ છે. ભાડાની ગાડી પાસેથી જેટલું કામ લેવાય તેટલો લાભ છે. આ અસ્થિર દેહથી સ્થિર ધર્મની પ્રાપ્તિ, મળવાળા દેહથી નિર્મળ જ્ઞાનની પ્રાપ્તિ અને પરાધીન દેહથી આત્મા સ્વતંત્રતા મેળવતો હોય તો પછી આનાથી અધિક ફાયદો બીજો કયો ગણાય? ધન્ય છે તે સ્ત્રી પુરુષોને કે જેઓ દેવેન્દ્રના સ્વરૂપને કે દેવાંગનાના સ્વરૂપને જીતનાર, મનવલ્લભ અને રતિકુશળ સ્ત્રી, પુરુષના સમાગમથી પણુ મોહિત થતા નથી. ધન્ય છે તે સ્ત્રી, પુરુષોને કે જેઓ પાંચ ઈન્દ્રિયરૂપ અને ગુણિરૂપ લગામથી ખેંચો, સંતોષરૂપ નંદનવનમાં ધારી રાખે છે. ધન્ય છે તે મહાસત્ત્વવાન જીવોને કે જેઓ કામરૂપ ગજેન્દ્રના વિકટ કુંભસ્થળને ભેદી બ્રહ્મચર્ય સહિત ઘોર તપશ્ચર્યા કરે છે. ધન્ય છે તેવા પરાક્રમી જીવોને કે જેઓ કષાયરૂપ અગ્નિને ક્ષમાદિક પાણીથી બુઝાવી પરમ શાંતિપદને પામે છે. રાગ, દ્વેષ, મહાદિ નિબિડ પાપ બંધનેને બાળી સંસાર પરિભ્રમણના | 143 Ac. Gunratnasuri M.S Jun Gun Aaradhak