________________ ઉત્પન્ન થયેલા આ માનવ દેહમાં અજ્ઞાની છે બાળ, યુવા કે વૃદ્ધાવસ્થામાંથી કઈ અવસ્થામાં બાલ્યાવસ્થામાં અશુચિથી ખરડાયેલું શરીર, સુખ, દુ:ખ, બોલવામાં અસમર્થતા, દૂધસુદના કે પાનાદિ ભોજન સ્થિતિ પણ પરાધીન અને શરીર ઉપર બણબણાટ કરતી માખીઓને ઉડાડવામાં પણ શરીરની અશક્તિ, ઈત્યાદિ બાળ અવસ્થાની સ્થિતિમાં મનુષ્ય ધર્મ કયાંથી સાધી શકે? વિષયોમાં આસક્ત દંપતી (સ્ત્રી ભરથાર)ના પ્રેમમાં મસ્ત, ઉત્તમ ભોગે મેળવવામાં એકતાન, પરધન, પરસ્ત્રી કે પરપુરુષમાં વિષય જવાળાથી સંતપ્ત, યૌવન મદથી મદોન્મત્ત, ભવિષ્યના દુઃખથી બેદરકાર અને વિરતિ સુખના સ્વાદને નહિ જાણનારા મનુષ્યો યુવાવસ્થામાં પણ ધર્મ કરી શકતા નથી. બાળકની માફક વૃદ્ધાવસ્થામાં પણ મુખથી પડતી લાળથી શરીર ખરડાયેલું હોય, વિશેષ બેલી શકાતું ન હોય, દાંત પડી ગયા હોય, અવયવો કંપતા હોય, શરીર જરાથી જર્જરિત થયું હોય, સર્વ ઋદ્ધિ પુત્રાદિને સ્વાધીન હોય અને પરિવારના મનુષ્ય. બિલકુલ દરકાર કરતાં ન હોય. આવી પરાધીન વૃદ્ધાવસ્થા તે ધર્મને લાયક કેમ ગણાય? માતાજી! આવા અનેક દેથી આ માનવ જિંદગી ભરપૂર છે અને એક ઘડી પછી આ શરીરની સ્થિતિ શું થશે? તેનું પણ આપણને ભાન નથી, માટે જ મારી એ ઈચ્છા છે કે યુવાવસ્થામાં જ ઈન્દ્રિયનું દમન કરીને આત્મધર્મ સિદ્ધ કરવા યા સ્વાધીન કરો. આત્મP.P.Ac. Gunratnasur M.S. Jun Gun Aaradhak Trust 141