________________ દર્શન / 132 | 31 132 વિધિપૂર્વક પ્રવેશ કરી, જિનેશ્વર ભગવાનની પ્રતિમાજીનું પૂજન કરવાપૂર્વક વંદન કરે. પિતાની મેળે કરેલ પચ્ચખાણ દેવ સાક્ષીએ ફરીને મંદિરમાં યાદ કરે. દેવવંદન કર્યા બાદ ગુરુની પાસે જવું. ગુરુને વંદન કરી ગુસાક્ષીએ યથાશક્તિ પચ્ચખાણ કરવું, અને ધર્મોપદેશ સાંભળવો. ધર્મોપદેશ ચાલતો હોય તો ધર્મ કહેવામાં કે ધર્મ સાંભળનારને સાંભળવામાં ખલના કે અંતરાય ન થાય તેવી રીતે સામાન્ય વંદન કરી બેસી જવું અને પછી અવસરે પચ્ચખાણ કરવું. ગૃહસ્થોએ ધર્મ વિરુદ્ધ વ્યાપારને ત્યાગ કરવો જોઈએ. જેમાં અનેક જીવોનો સંહાર થતું હોય તે ધર્મવિરુદ્ધ વ્યાપાર કહેવાય છે. તારતમ્યતાને કે લાભાલાભને વિચાર કરી, જેમાં બીજા જીવોને ઓછો ત્રાસ થતો હોય કે બિલકુલ ત્રાસ ન થતો હોય તેવા સાધને મેળવી આજીવિકા કરવી. | મધ્યાહ્ન વખતે ફરી દેવપૂજા કરી, નૈવેદ્ય મૂકી, પ્રાસુક અને નિર્દોષ આહારથી મુનિઓને પ્રતિલાભવા અર્થાત્ સુપાત્રોને દાન આ૫વું. દુ:ખી થતા સ્વધમી બંધુઓને યોગ્યતાનુસાર યથાશક્તિ મદદ આપવી. દીન દુઃખિયા પ્રાણીઓને અનુકંપા બુદ્ધિથી શકત્વનુસાર સુખી કરવા. ઇત્યાદિ ઉપયોગી કાર્ય કરી બહુબીજ, અભક્ષ્ય, કંદમૂળાદિને ત્યાગ કરી, પચ્ચખાણ યાદ કરી (પારી) ગૃહસ્થોએ ભોજન કરવું. ભજન કર્યા બાદ દેવ, ગુરુને યાદ કરી જે એકાસનાદિ નિયમ હોય તો પચ્ચખાણ કરી લેવું. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Tu