________________ સુદર્શના + 119 . વૈતાઢ્ય પહાડ પર આવેલા રતનસંચય નામના શહેરમાં શ્રીમાન શાંતિનાથ ભગવાનનું સુંદર મંદિર હતું. તે મંદિરમાં સુવેગ નામના ત્યાંના વિદ્યાધર રાજાએ પૂજા, આંગી કરાવી હતી. તે પ્રભુનાં દર્શન કરવા માટે તે વખતે વિજયા પિતાની સખીઓ સાથે ત્યાં આવી. તે પ્રભુનાં દર્શન કરતાં અને રચેલી પૂજાદિ જોતાં, ભાવની વિશેષ વૃદ્ધિ થતાં તેણીનાં રોમેરોમ આનંદથી પ્રફુલ્લિત થયાં. તે અપૂર્વ આનંદમાં વિજયાએ જિનધર્મ સંબંધી બાધિનીજ (સમ્યકત્વ, ધર્મશ્રદ્ધાન) ઉત્પન્ન કર્યા–દઢ કર્યું. દશન કરી આગળ ચાલતાં દુષ્કર તપશ્ચર્યા કરનાર કેટલીક શ્રમણીઓ (સાધ્વીઓ) તેના દેખવામાં આવી. રસ્તાના પરિશ્રમથી તે સાધ્વીઓ થાકી ગઈ હતી. તેને દેખી વિજયા તેમની પાસે ગઈ અને નિર્દોષ આહારાદિ આપી, ભક્તિપૂર્વક વંદના કરી તેઓની સુશ્રુષા કરી. આકાશમાગે સ્વેચ્છાનુસાર પરિભ્રમણ કરતાં એક વનની અંદર ઋષભદેવ ભગવાનનું મંદિર વિજયાના દેખવામાં આવ્યું. આ મંદિર ચાર દ્વારોએ કરી ઘણું જ રમણીય હતું. એ અવસરે ઇંદ્ર, ઇંદ્રાણી સહિત તે પ્રભુની આગળ નાના પ્રકારની ભક્તિથી નાટ્યવિધિ કરતે હતો. તે દેખી વિજયાને પણ કૌતુક ઉત્પન્ન થયું. નૃત્યવિધિ જોવા માટે વિજયા પણ એક સ્થળે બેઠી. અપ્સરાઓ આનંદાશમાં પ્રભુના ગુણગ્રામ કરવા સાથે નૃત્ય કરવા લાગી. નૃત્ય કરતાં એક અપ્સરાના પગમાંથી નેપુર ઊછળીને વિજયાના ખોળામાં પડયું. નેપુર દેખી તેણીનું મન લલચાયું. 119 | P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust