________________ સુદરશના | 8 | ફરી, કેટલુંક લીલું ચંદન તેણી લઈ આવી. અને તે વતી એક સુંદર શિલા ઉપર તીથોધિરાજ શ્રીમાન મનિસુવ્રતસ્વામીની મૂર્તિ આળેખી, સ્વાભાવિક રીતે જ વનમાં ઉત્પન્ન થયેલાં શતપત્રાદિ પુષ્પો લાવી તે વતી પૂજા કરી, પંચાંગ પ્રણામ પૂર્વક ભક્તિથી આ પ્રમાણે સ્તવના કરવા લાગી. હે મુનિસુવ્રત જિનેન્દ્ર ! ઉત્તમ વ્રતધારી મુનિર્વાદોને તે મોક્ષમાર્ગ દેખાડે છે. કૃપાળુ ! મને પણ તેવો જ શાંતિને માર્ગ બતાવ. નિર્વાણમાગમાં ચાલતા ધર્મરથના તમે ઉત્તમ સારથી છો. જે ખરેખર તેમજ હોય તો મને પણ તે ધમરથમાં બેસારી તમારું સારથી નામ સાર્થક કરો. કરુણાસમદ્ર ! તમે જન્મ, મરણથી રહિત છો એવું હું ત્યારે જ સત્ય માની શકું કે, મને તેવી સ્વાનુભવસિદ્ધ ખાત્રી કરી આપે. ઉત્તમ કેવળજ્ઞાને કરી તમે પુણ્ય, પાપાદિ પદાથી પ્રકાશિત કર્યો છે. કપાળ દેવ ! મારા હૃદયને પણ તમે પ્રકાશિત કરે. કર્મ બંધનને દાહ કરવાને તમે સાક્ષાત અગ્નિસ્વરૂપ છે. તે મારાં કર્મઠંધનેને બાળીને ભસ્મીભૂત કરે. બળતા ક્રોધાગ્નિને શાંત કરવા, તમે પાણીથી ભરેલા મેઘ સમાન છો, તે હે પ્રભુ ! ત્રિવિધ તાપથી તપેલા મારા હૃદયને શાંત કરો. તવાવબોધથી અનેક ભવ્ય જીવોના અજ્ઞાન અંધકારને તમે દૂર કયો છે તે, આ એક બાળાના અજ્ઞાનને દૂર કરતાં આપને કેટલી મહેનત પડનાર છે? હે કૃપાળુ દેવ ! હું આપને શરણે આવી છું. આપ મારું રક્ષણ કરે. રક્ષણ કરો. ઈત્યાદિ ભક્તિમુગ્ધ વચનેએ કરી એકાગ્ર ચિત્તે તે મહાપ્રભુની સ્તુતિ કરી રહી છે. Gunratnasuri M.S. Jun Gun Aaradhak. Trust