________________ સુદર્શના * 88 સંતતિને માટે ચિંતા કરતી રાણી એક દિવસ ઉદાસીન થઈને બેઠી હતી તે અવસરે એક પરિવ્રાજિકા તેણીની પાસે આવી. તેણીએ રાષ્ટ્રને દિલાસો આપતાં જણાવ્યું. બાઈ! તમને પુત્ર થશે. ચિંતા નહિ કરો. ઇત્યાદિ કહીને નાના પ્રકારની ઔષધીઓથી મિશ્રિત ચૂર્ણ સ્નાન કરવા માટે આપ્યું. રાણીએ સુવર્ણાદિકથી તેણીને સત્કાર કર્યો. તે સર્વ વસ્તુ લઈ પરિવારિકા ચાલતી થઈ. કેટલોક વખત ચાલ્યો ગયો પણ રાણીને કાંઈ સંતાન ન થયું. છેવટે કેટલાક વર્ષ બાદ રાણીએ એક પુત્રીને જન્મ આપે. જન્મ થવા પહેલાં સ્વપ્નમાં કુલદેવીએ આવીને રાણીને જણાવ્યું કે-આ તારી પુત્રી સર્વજનેને વંદનીય સાધ્વી થશે. આ સ્વપ્નથી રાણીને ઘણો સંતોષ થયો. રાજાએ પુત્રીની ભવિષ્યની સ્થિતિ વિચારી તેણીનું શીળવતી નામ રાખ્યું. પુત્રી પણ જન્મદિવસથી લાવણ્ય, રૂપ અને સૌભાગ્યાદિ ગુણો સાથે વૃદ્ધિ પામતી અનુક્રમે યુવાવસ્થામાં આવી પહોંચી. અદભુત રૂપ, લાવણ્યવાળી પુત્રી દેખી રાજા વિચારમાં પડ કે-મારી પુત્રીને લાયક કઈ પણ વરની મારે શોધ કરવી જોઈએ. ચિતાથી સંતપ્ત થયેલ જયવર્મ રાજાએ, પ્રધાન પુરુષોને મોકલી અનેક રાજકુમારોની શોધ કરાવી તથાપિ કોઈપણ રાજકુમાર, રાજકુમારીને લાયક જણાયે નહિ. આથી વિષાદ પામી રાજા ચિંતવવા લાગ્યો કે–ભલે પુત્રી વિદ્વાનું હોય તથાપિ તે માતા, પિતાને ચિંતાનું કારણ થઈ પડે છે, “કન્યાને પિતા” એ નામ ખરેખર Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak | 88||