________________ સુદર્શના અર્થાત આ વિદ્વાન રાજકુમારીને શિક્ષા આપવી તે મારી બુદ્ધિનું માપ કરવા જેવું છે, તથાપિ આપનો આગ્રહ વિશેષ છે તે અવસરને ઉચિત હું કાંઈપણ જણાવીશ કે જે બોલતાં લોકે આગળ હું હાંસીપાત્ર ન થાઉં. " મહારાજા! આ ક્ષણભર માત્ર રમણિક વિષયસુખમાં લુબ્ધ થયેલા મનુ પરિણામે (અંતમાં) જે દુ:ખ પામે છે તે દુઃખ વિષમ વિષકદલીથી પણ અત્યંત દુઃખદાયી છે, તેના સંબંધમાં સ્વાનુભવસિદ્ધ એક આખ્યાયિકા (કથા-દષ્ટાંત) હું આપ સર્વને નિવેદિત કરું છું. આપ સાવધાન થઈને શ્રવણ કરશો. HI86 1 પ્રકરણ તેરમું 1 સ્ત્રીરત્ન સુંદરીનું જીવનવૃત્તાંત દક્ષિણાધ ભારતવર્ષના મધ્યખંડમાં જગપ્રસિદ્ધ, ધન, ધાન્યથી ભરપૂર અયોધ્યા નામની નગરી છે, નિધિની અંદર સ્થાપન કરેલ દ્રવ્યની સંખ્યા અને ભુવન પર રહેલ ધવલ ધ્વજાઓની સંખ્યાથી મનુષ્ય લોકમાં પણ દૈવિક સંપદાનું ભાન થતું હતું. ગૃહનાં શિખરોમાં Jun Gun Aaradhak Tu Ac: Gunratnasuri M.S.