________________ સુદર્શના / 84 સુખની મને બિલકુલ જરૂર નથી. આ પૌગલિક સુખ મને ન જ જોઈએ. મારે તો ભરૂચ્ચ નગરે જવું છે. ત્યાં રહેલા મારા પરમ ઉપકારી ગુરુઓને નમસ્કાર કરવા છે. અને મારે તે સ્થળે એક જિનભુવન બંધાવવું છે. મહાત્મા પુરુષો સિંહનાદ કરીને કહે છે–મનુષ્ય જન્મ પામી વિચારવાન મનુષ્યએ એવું કોઈ પણ ઉત્તમ કાર્ય કરી લેવું જોઈએ કે–ફરી આવા દેહમાં જન્મ, મરણાદિ કરી દુઃખી થવાનો વખત જ ન આવે. દેહધારી જીવો જન્મે છે, મરે છે, પરિભ્રમણ કરે છે, ફરી જન્મે છે અને મરે છે. પણ જેઓ અનુકૂળ સંગે પામી આત્મધર્મમય બને છે તેઓ જ ધન્યભાગ્ય છે. - સુદર્શન અને તેના પિતા ચંદ્રગુપ્તના થતા સંવાદ વખતે રાણી ચંદ્રલેખા અને (પરદેશથી આવેલી અજાણી) સુંદરી પણ રાજસભામાં બેઠી હતી. સદનાનું ધર્મ સંબંધી ચાતુર્ય, ગાંભીય અને પ્રવીણતા જાણી સુંદરીને ઘણે હર્ષ થ. રાજા પણ પોતાની પુત્રીને શાસ્ત્રમાં તથા નીતિમાં નિપુણ દેખી પરમ આહલાદ પામ્યો, તથાપિ પુત્રીના મોહથી મહિત થઈ, સુંદરી તરફ દષ્ટિ કરી, વિશેષ પ્રણયપૂર્વક સુંદરીને કહેવા લાગ્યો. મહાનુભાવો સુંદરી ! હું જાણું છું કે તું સ્વભાવથી જ આત્મકાર્યમાં ઉજમાળ છે તથાપિ આ અવસરે તારે મારું એક કામ કરવું જોઈએ. 13 Gunratnasuri M.S. Jun Gun Aaradhak True